ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો આવ્યો સામે, હકિકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

ભારતીય રેલવે (Indian Railway) તેના લાંબા નેટવર્ક અને સસ્તી સેવાઓ માટે જાણીતી છે. રેલવેમાં દેશના લાખો કરોડો મુસાફરો વર્ષોથી હજારો લાખો કિલોમીટરની સફર કરતા આવ્યા છે. જોકે, આ રેલવે સલામતીની દૃષ્ટીએ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ભારતીય રેલવેને શર્મશાર કરતી એક એવી ઘટના આવી છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. રેલવેના ટોઇલેટ યૂઝ કરતાં પહેલાં હવે ચકાસણી કરી લેવી ખૂબ જ આવશ્યક છે કારણ કે એક માનસિક વિકૃતે વિકૃતીની તમામ મર્યાદાઓ લાંધી નાખી છે. અમદાવાદ રેલવે એલસીબી અને એસઓજીએ એક લંપટની ધરપકડ કરી છે. આ લંપટ પર ટ્રેનના ટોઇલેટમાં સ્પાય કેમેરો (Spy camera in Toilet of Train) મૂકવાનો આરોપ છે. કમ્પ્યુટરના જાણકાર આ લંપટ ટ્રેનનો હાઉસ કિપીંગ સુરપરવાઇઝર છે.

બનાવની વિગત એવી છે ગત તારીખ 16મી માર્ચના રોજ મુંબઈથી ભગતની કોઠી જતી ટ્રેનમાં એક ટોઇલેટમાંથી સ્પાય કેમેરા પકડાયો હતો. આ કેમેરાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેની તપાસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ આરોપીનું નામ છે જહિઉદ્દીન શેખ. તેમે પાવરબેંક સાથે એટેચ કરેલો એક સ્પાય કેમેરા ટ્રેનના ટોઇલેટમાં લાગવ્યો હતો અને તેના વાયરલ દેખાઈ નહીં તે માટે ડસ્ટબીનની અંદર વાયર છૂપાવી દીધા હતા. આ સ્પાય કેમેરા દ્વારા તે મહિલાઓનાં વીડિયો કેપ્ચર કરતો હોવાની આશંકા છે.

મળતી માહિતી પ્રમાણે ગત 16મી માર્ચના રોજ એરફોર્સમાં કામ કરતાં એક યુવકે આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ યુવકને સંદિગ્ધ બાબત જણાતા તેણે ચકાસણી કરી અને તેણે તપાસ કરતાં સ્પાય કેમેરો મળી આવ્યો હતો. તેણે પોલીસને તાત્કાલિક તપાસ કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. જોકે, આ હાલતો આ એક જ કેમેરા સામે આવ્યો છે પરંતુ આ કાંડ મોટું હોવાની શક્યતા છે.

જહિઉદ્દીન મુંબઈમાં રહે છે અને ટ્રેનમાં હાઉસકિપીંગનું કામ કરે છે એટલે તેણે અન્ય ટ્રેનોમાં આ પ્રકારાના કેમેરા લગાવ્યા હતા કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસને આશંકા છે કે આ કામ તેણે એક જ ટ્રેનમાં નહીં કર્યુ હોય. વધુમાં આ કેમેરામાં કેપ્ચર થયેલો ડેટા ક્યા સ્ટોર કર્યો અથવા ક્યા વેચ્યો તેની પણ પોલીસ તપાસ કરશે. પરંતુ આ કિસ્સાના કારણે વિકૃતિની તમામ હદો પાર થઈ જવા ઉપરાંત ટ્રેનોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ સર્જાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો