અમદાવાદીઓ શાકભાજી ખરીદતા પહેલાં ચેક કરજો જો ફેરિયાઓ પાસે સ્ક્રિનિંગ કાર્ડ હોય તો જ ખરીદજો શાકભાજી
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્રારા વિવિધ સ્ટ્રેટજી અપનાવીને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શાકભાજી વેચતાં ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે. આજથી તમામ શાકભાજી ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરીને ખાસ એક કાર્ડ આપવામાં આવશે. જે કાર્ડ સ્ક્રિનિંગ કર્યાના 7 દિવસ સુધી માન્ય રાખવામાં આવશે. 7 દિવસ પછી ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સબઝોનલ ઓફિસમાં જઈને હેલ્થ સ્ક્રિનિંગ કરાવવું પડશે. જેની પાસે કાર્ડ નહીં હોય તેમને વેપાર કરવા દેવામાં નહી આવે. એટલુંજ નહીં હેલ્થ સ્ક્રિનિંગ માટે આવશે તેને સેનિટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ વિના મૂલ્યે આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદના સુપર સ્પ્રેડર્સ માટે જે તે વોર્ડની સબ ઝોન ઓફિસમાં હેલ્થ ટીમ દ્રારા હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ હેલ્થ સ્ક્રિનિંગ બાદ હેલ્થ વિભાગ દ્રારા ફેરિયાઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઈશ્યુ કરવામા આવશે. આ કાર્ડ ના ધરાવતાં ફેરિયાઓ વેચાણ કરે નહીં તેની તકેદારી એસ્ટેટ ટીડીઓની ટીમ દ્રારા કરવામાં આવશે. જે ફેરિયાઓ હેલ્થ સ્ક્રિનિંગમાં અસ્વસ્થ જણાશે તેઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે નહીં.. તેઓ વેચાણ પણ કરી શકશે નહીં. સાતમા દિવસે તમામ ફેરિયાઓએ હેલ્થ ઓફિસ ખાતે જઈને ફરીથી હેલ્થ સ્ક્રિનિંગ કરાવી કાર્ડ રિવેલીડેટ કરાવવાનું રહેશે.
સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હેલ્થ ટીમ દ્રારા શાકભાજીનું વેચાણ કરતાં ફેરિયાઓનું આરોગ્ય તપાસી હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તમામને સાતમા દિવસે રિન્યુઅલ કરવામાં આવશે. આગામી 2 થી 3 દિવસમાં અમદાવાદ શહેરના શાકભાજીનું વેચાણ કરતાં તમામ ફેરિયાઓનું સ્ક્રીનિંગ આરોગ્ય તપાસ કરી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે 1437 જેટલાં ફેરિયાનું સ્ક્રીનિંગ આરોગ્ય તપાસ કરીને 1409 જેટલાં ફેરિયાઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

