અમદાવાદમાં આ જગ્યાએથી સ્પા મસાજની આડમાં ચાલતા સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, મિઝોરમની યુવતી મળી

વસ્ત્રાપુરના આલ્ફાવન મોલની બાજુમાં આમ્રપાલી લેકવ્યૂમાં સ્પાની આડમાં બહારથી યુવતીઓ બોલાવી સેક્સ રેકેટ ચાલી રહ્યાના મેસેજને પગલે ગુરુવારે રાત્રે પોલીસે ડમી ગ્રાહક મોકલી ટ્રેપ કરતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. ધ રીટઝ વેલનેસ સ્પામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવી રહેલા બે સંચાલક અને મેનેજર સહિત ચારની વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તમામની ધરપકડ કરી છે.

સ્પામાં મિઝોરમની યુવતી પોલીસને મળી હતી. પોલીસે સ્પાના સંચાલક સમીર પ્રભુદાસ રામાનુજ રહે, વંદેમાતરમ, ગોતા, કેતન નરેન્દ્ર પરમાર રહે, દશરથ મુખીની ચાલી, શાહઆલમ અને મેનેજર દિલીપ ભૂપતસિંહ ઠાકોર રહે, ગુરુકૃપાનગર, ચાંદખેડા, વિશાલ શંકરલાલ પટેલ રહે, હોમટાઉન ફલેટ, ત્રાગડ રોડની ધરપકડ કરી છે. સ્પામાંથી ડમી ગ્રાહકે ચૂકવેલી ફી સહિતની રકમ રૂ.૮,૫૦૦ની રોક્ડ, બે મોબાઈલ રૂ.૧૧ હજારના કબજે લેવાયા છે.

IPSના વહીવટદારને પૈસા ના મળ્યા એટલે રેડ?

વસ્ત્રાપુરના સ્પામાં IPS અધિકારીનો તેજીથી કામ કરતો વહીવટદાર પહોંચ્યો હતો અને રૂ.૭ લાખની માગણી કરી હતી. જોકે, સ્પા સંચાલકએ પૈસા આપવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. વહીવટદારએ આ મુદ્દે સાહેબને ફોન કર્યો હતો. સાહેબે પોલીસને સ્પામાં સેક્સ રેકેટ ચાલતું હોવાની જાણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો