લોકડાઉનમાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન જતાં અમદાવાદમાં કંપનીના માલિકે સાતમા માળેથી લગાવી મોતની છલાંગ

લોકડાઉન કારણે ધંધા વ્યવસાયમાં નુકસાન જવાથી લોકો આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં ડિપ્રેશન રહેતાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું. પોલીસે (Ahmedabad Police) આ મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન અંકિત ટાંકે વહેલી સવારે ફ્લેટના સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં મૃતક અંકિતને કંપનીમાં ભારે નુકસાન હોવાનાં કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જે ડિપ્રેશન કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. ત્યારે આત્મહત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે મામલે પરિવાજનોનાં નિવદેન લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં મૃતક અંકિત ટાંક પ્રહલાદનગર પાસે ગ્રીન ગેઇન એનર્જી સોલ્યુશન નામની કંપનીમાં ડિરેકટર હતો. કંપની સોલર પ્લાન્ટની હતી. પણ લોકડાઉન કારણે કંપનીમાં અંકિતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાથી આંશકા સેવાઈ રહી છે. જેના કારણે જ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. એટલું જ નહીં અંકિત ઘરે અસંખ્ય દવાઓ પણ મળી આવી છે. જે કઈ દવા લેતો હતો જે મામલે પોલિસ તપાસ શરૂ કરી છે પણ બીજી બાજુ અપરીણિત હોવાથી ઘરે એકલો જ રહેતો હતો.

(ખાસ વાંચો : જો કોઇને ખોટા કે નકારાત્મક વિચારો આવતા હોય તો નજીકના લોકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઇએ કારણ કે વાતચીત કરવાથી દરેક સમસ્યાનો હલ નીકળે છે અથવા નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઇએ. આત્મહત્યા ક્યારેય કોઇ બાબતનું સમાધાન નથી અને જો કોઇને વધુ મદદની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર AASRA: 91-22-275-46-669 ની સુવિધા 24 કલાક ઉપલબ્ધ છે. આ સિવાય સોમવારથી શનિવાર દરમ્યાન સવારે 8 થી રાત્રે 10 વાગ્યા દરમ્યાન 91-915-298-7821 પર પણ કોલ કરી શકાય છે. )

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો