અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવાર જનોનો આક્ષેપ, જમાઈ જમ જેવો, ‘પિયરમાં સ્પીકર પર જ વાત કરવાની, એકલું નહીં જવાનું’, સાસુ અને પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

થોડા દિવસ પહેલાં શાહવાડીમાં યુવતીએ કરેલા આપઘાત (Suicide) મામલે તેની માતાએ જમાઈ અને વેવાણ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, યુવતીનો પતિ માર મારતો હતો. તેને ઘરની બહાર ન નીકળવા દેતો અને ઘરમાં જ પુરી રાખતો હતો. આટલું જ નહીં યુવતીને પિયરમાં વાત કરવી હોય તો સ્પીકર કરીને જ વાત કરવા ફરજ પાડતો હતો. યુવતીએ સાસુ અને પતિના આ ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા નારોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના વડસર ગામે રહેતા ચંદ્રિકા બહેન સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. તેમની 21 વર્ષીય પુત્રી કૃતિકાએ બે વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ જીગ્નેશ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુત્રીએ મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેના પિયરજનો તેના ત્યાં જતા ન હતા. પણ કૃતિકા તેના પતિ જીગ્નેશ સાથે શાહવાડી માં જ્યા રહેતી હતી ત્યાં ચંદ્રિકા બહેનના સંબંધી રહેતા હોવાથી તેમના મારફતે તેઓને જાણવા મળ્યું હતું કે કૃતિકાનો પતિ તેની પર ખૂબ વહેમ રાખી ઘરમાં પુરી રાખે છે. કૃતિકાને એકલી ઘરની બહાર ન નીકળવા દઈ તેને અન્ય બાબતોમાં માર મારતા હતા. કૃતિકાના પરિવારજનો કઈ કહેવા જાય તો તેઓને કઈ બોલવાની ના પાડી દેતા હતા.

એક દિવસ સંબંધી ના લગ્નમાં કૃતિકા તેના પિયરજનો ને મળી હતી. ત્યારે તેનો પતિ માર મારે છે, ઘરની બહાર નીકળવા દેતો નથી અને ફોન પર વાત પણ કરવા દેતો ન હોવાની ફરિયાદ તેણે પિયરજનો ને કરી હતી. કોઈ સાથે વાત કરવી હોય તો ફોનમાં સ્પીકર પર જ વાત કરાવી ત્રાસ ગુજારતો હતો. જેથી જીગ્નેશ જોડે ન જવાનું કહી વીસેક દિવસ કૃતિકા પિયરમાં રહેવા ગઈ હતી. બાદમાં તેને સમજાવી તેનું ઘર કરવા કૃતિકાને સાસરે મોકલી હતી. રક્ષાબંધન માં પણ ફરી કૃતિકાએ ફરિયાદ કરી પિયરજનો સાથે વાત કરે ત્યારે તેનો પતિ અને સાસુ બાજુમાં ઉભા રહી સ્પીકર પર જ વાત કરાવી ત્રાસ આપ્યા રાખે છે.

ચંદ્રિકા બહેનના પુત્રનો અકસ્માત થયો ત્યારે પણ કૃતિકા તેઓને મળી અને સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું છે કહીને સાસરે જવા મનાઈ કરી હતી. દસેક દિવસ પહેલા કૃતિકાને તેના પતિએ ખૂબ માર માર્યો હોવાની જાણ થતા ચંદ્રિકા બહેને જમાઈ જીગ્નેશને ફોન કરતા તે બહાર હોવાનું કહી પછી વાત કરાવશે તેવું કહ્યું હતું. 18મી ફેબ્રુઆરી ના રોજ કૃતિકાની સાસુએ તેની માતાને ફોન કરીને જણાવ્યું જે કૃતિકાએ ગળેફાંસો ખાધો છે જેથી સારવાર અર્થે તેને એલજી હોસ્પિટલ માં ખસેડી છે. ત્યાં જઈને જોયું તો કૃતિકાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે નારોલ પોલીસે દુષપ્રેરણા નો ગુનો જીગ્નેશ અને તેની માતા સામે નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો