અમદાવાદમાં રોડ પર ખેતર પાસે ઉભી 15 રૂપલલનાઓ કરતી હતી બિભત્સ ઈશારા, પોલીસ પહોંચતા થઈ જોવા જેવી

અમદાવાદ શહેરના ગોતા, ભાડજ અને શીલજ તથા ઓગણજ જવાના રોડ પર જ્યાં ખુલ્લા ખેતર આવેલા છે ત્યાં ઘણા સમયથી રૂપલલનાઓ ઉભી રહેતી હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસની ટીમે આ વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. બાદમાં ભાડજથી શીલજ જવાના રોડ પરના ખેતરો પાસે અને ઓગણજ જવાના રોડ પર આવેલા ખેતરો પાસેથી કેટલીક મહિલાઓ લોકોને બીભત્સ ઈશારા કરતી હતી. જેથી સોલા પોલીસે 15 જેટલી રૂપલલનાઓની ધરપકડ કરી હતી.

શહેરમાં ચાલતા દેહ વિક્રય ના ધંધાને નાબૂદ કરવા પોલીસ સક્રિય છે. અવાર નવાર મહિલા પોલીસસ્ટેશન ની ટિમો પણ અલગ અલગ હોટલો કે સોસાયટીમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી આરોપીઓની ધરપકડ કરતી હોય છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં સ્પા ના નામે પણ આ ગોરખ ધંધો ચાલે છે અને પોલીસને પણ તેની મલાઈ મળતી હોય છે. પણ રોડ પર લોકો ક્ષોભજનક સ્થિતિ માં મુકાઈ તેવી રીતે રૂપલલનાઓ જાહેરમાં દેહવિક્રય કરતા પોલીસ એક્ટિવ બની હતી.

છેલ્લા ઘણા સમયથી એવી વાત ચાલી રહી હતી કે, ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ જવાના રોડ પર અવાવરું જગ્યાઓ પર આવેલા ખેતરો પાસે કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી ઘણા સમયથી સોલા પોલીસની ટિમ અહીં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર વોચ રાખી રહી હતી. જેથી પોલીસને એવી માહિતી મળી કે આ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર રૂપલલનાઓ ઉભી રહી રોડ પર જતાં લોકોને બીભત્સ ઈશારા કરી દેહવિક્રય કરતી હતી.

સોલા પોલીસે અહીં અલગ અલગ વોચ ગોઠવી રોડ પર ચાલતા કૂટણખાનાને બન્ધ કરાવ્યું હતું. દેહવિક્રય કરતી મહિલાઓ સામે ગુનો નોંધી આ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી. ઓગણજ સર્કલથી ભાડજ જવાના રોડ પરથી સોલા પોલીસે આઠ રૂપલનાઓની ધરપકડ કરી હતી. જ્યારે ભાડજથી શીલજ જવાના રોડ પરથી સાત રૂપલલનાઓ પકડાઈ હતી.

ઝડપાયેલી તમામ મહિલાઓ ઘાટલોડિયા, ચાણક્યપુરી, ચાંદલોડિયા, ગોતા, સનાથલ વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું. આ તમામ મહિલાઓ અહીં રોડ પર ઉભા રહી લોકોને બીભત્સ ઈશારા કરી દેહ વિક્રય કરતી હોવાનું સામે આવતા સોલા પોલીસે તમામ મહિલાઓ સામે જીપીએ 110 અને 117 મુજબ ગુનો નોંધી કૂટનખાનું બંધ કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો