અમદાવાદમાં દરિયાપુરને શાહીનબાગ બનાવવાના પોસ્ટર વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ, વિરોધ માટે બેસેલાં મહિલા અને પુરૂષોને હટાવ્યા

અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને તાત્કાલિક લીમડી ચોક પાસે પહોંચી ત્યાં સીએએના વિરોધ માટે બેસેલાં મહિલા તેમજ પુરૂષોને અમદાવાદ પોલીસે હટાવ્યા હતા.

દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. અને આ જ શાહીનબાગની આજે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. તેવામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલાં લીમડી ચોકને પણ શાહીનબાગ બનાવવા માટે પોસ્ટર વાઈરલ થયા હતા. જેમાં એક મહિના સુધી દરરોજ 3-6 કલાક સુધી વિરોધ પ્રદર્શન માટે એકઠાં થવા માટે લોકોને આહવાન કરાયું હતું.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલાં મેસેજને પગલે અમદાવાદ પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ હતી. અને વાઈરલ થયેલ પોસ્ટર મામલે પોલીસે તાત્કાલિક ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ACP, PI, PSI સહિત 150થી વધુ પોલીસકર્મીઓએ દરિયાપુર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અને સીએએનો વિરોધ કરવા માટે બેસેલાં 15 જેટલાં મહિલા તેમજ પુરૂષોને હટાવી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો