વૃદ્ધોની સમસ્યા દૂર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ, પોલીસની ‘શી’ ટીમે સિનિયર સિટિઝનને પૂછ્યું, ‘પુત્ર, પુત્રવધૂ કે કોઈની હેરાનગતિ હોય તો કહેજો મદદ કરીશું’

જીવનના 60 વર્ષ સુધી અનેક તડકી – છાંયડી જોઇને વૃદ્ધાવસ્થામાં પહોંચેલાના જીવનમાં ખાલીપો દૂર કરવા દરરોજ શહેરના બાગ-બગીચામાં ચોપાલ ભરીને તેમના હમસફર-હમદર્દ સાથે સુખ દુખની વાતો વાળોગતા જોવા મળે છે. આ વૃદ્ધોની સમસ્યા સમજવા તથા તેમનો ખાલીપો દૂર કરવા અમદાવાદ પોલીસે નવતર પહેલ આદરી છે.

સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજાની સૂચના અનુસાર ‘શી’ ટીમના કાજલબહેન, દયાબહેન, જિનલબહેન, નમ્રતાબહેન, ગોકુલભાઇ અને દિનેશભાઇ શનિવારે સાંજે ગોતાના સિનિયર સિટિઝન પાર્ક પહોંચી વૃદ્ધોને ઘરમાં પુત્ર-પુત્રવધૂથી, સોસાયટીમાં, ગાર્ડનમાં, આવતા – જતા રસ્તામાં કોઇની હેરાનગતિ વિશે પૂછી પોલીસ તેમની પડખે હોવાની વાત કરીને પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર અને હેલ્પ લાઈન નંબર-181 વિશે માહિતી આપી. પોલીસે તેમના પર્સનલ નંબર પણ આપ્યા. પોલીસનું કહેવું છે કે ગાર્ડન  અને મંદિરોમાં મોટી સંખ્યામાં વૃદ્ધો આવતા હોવાથી ત્યાં જઈ તેમની સાથે વાત કરી તેમની સમસ્યા સમજીને ઉકેલ લાવવાનો પ્રયાસ છે.

82 વર્ષના વૃદ્ધને પુત્ર સાથે મોકલ્યા 

ચાણક્યાપુરીમાં રહેતા 82 વર્ષના વૃદ્ધને સાથે રાખવા ન પડે તે માટે પુત્ર અને પુત્રવધૂ રોજ ઝઘડો કરીને હેરાન કરતા હતા, કંટાળીને આ વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યા હતા. જો કે આ ઘટનાની જાણ થતા સોલા હાઈકોર્ટ પોલીસે પુત્ર-પુત્રવધૂને બોલાવીને શાંતિથી સમજાવીને વૃદ્ધ પિતાને સાથે રાખવા તેમને સંમત કર્યા હતા.

એકલા રહેતા વૃદ્ધોની નોંધણી કરાશે

એકલા રહેતા સિનિયર સિટિઝનો જો પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવશે તો પોલીસ મહિનામાં 2 વખત તો તેમના ઘરે જશે અને તેમને કોઇ તકલીફ હોય તો જાણીને દૂર કરવા પ્રયાસ કરશે. સોલામાં હાલમાં 19 સિનિયર સિટિઝનોએ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી છે. પોલીસે એકલા રહેતા તમામ સિનિયર સિટિઝનોને નોંધણી કરાવવા અપીલ કરતાં કહ્યું છે કે, તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. ફોન કરશો તો પોલીસ ઘરે આવી નોંધણી કરી જશે.-જે.પી.જાડેજા, પીઆઈ સોલા હાઈકોર્ટ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો