અમદાવાદમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવેલી હોટલમાં પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો

અમદાવાદમાં દારૂની મહેફિલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોનાનાં સમયમાં ક્વોરન્ટાઈન માટે બનાવેલી હોટલમાં એક પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. કોરોના દર્દીનો મિત્ર નેગેટિવ આવ્યો છે. અને આ હોટલમાં કોરોના પોઝિટિવ દર્દી સાથે તેનો મિત્ર કેવી રીતે રૂમ સુધી પહોંચી ગયો, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જિંજરને હાલ કોરોનાની મહામારીના સમયમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં ફેરવવામાં આવી છે. અને વિદેશથી આવતાં લોકો અહીં ક્વોરન્ટાઈન રહી શકે છે. પણ વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જે બાદ પોલીસે હોટલ જિંજરમાં દરોડા પાડ્યો હતો.

પોલીસને હોટલના રૂમમાં કોરોના પોઝિટિવ દર્દી સાથે તેનો મિત્ર મળી આવ્યો હતો. અને રૂમમાં દારૂની બોટલ પણ મળી આવી હતી. હવે કોરોના દર્દીનો મિત્ર નેગેટિવ છે. હવે આ મામલે હોટલ સંચાલકો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્વોરન્ટાઈન સેન્ટરમાં કોઈ નેગેટિવ વ્યક્તિને પ્રવેશ કેવી રીતે આપવામાં આવ્યો. આ મામલે પોલીસે જય પટેલ (ઉ.વ.24, રહે. મલ્હાર એપાર્ટમેન્ટ, બોડકદેવ) અને આકાશ પટેલ (ઉ.વ.24 રહે. સરદાર પટેલ સોસાયટી, સાણંદ)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો