અમદાવાદમાં તોડબાજીનો કિસ્સો સામે આવ્યો, ‘હું હોમગાર્ડ છું, ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે’ આ અંગે લારીવાળાએ નોંધાવી પોલીસ ફરિયાદ

રાજ્ય અને શહેરમાં (Ahmedabad) પોલીસ (Ahmedabad police) બનીને દુકાનો પર તોડબાજીનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં અનેક લોકો આ લોકોની વાતોમાં આવીને તેમનાથી ડરીને રૂપિયા આપી દે છે. ત્યારે શહેરના જમાલપુર (Jamalpur) વિસ્તારનો એક વીડિયો વાયરલ (Viral video) થયો છે જેમાં એક વ્યક્તિ પોતાને પોલીસ કહીને લારીગલ્લાવાળા પાસેથી રૂપિયા ઉધરાવે છે. આ અંગે એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ખમાસા વિસ્તારમાં રહેતા બસિર ખાન ચૌહાણે પોલીસ ફરિયાદ આપી છે કે, 1 લી ફેબ્રુઆરીએ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ તેઓ તેમની લારી પર હજાર હતા ત્યારે એક ઈસમ ત્યાં આવ્યો હતો. કહ્યું હતું કે, હું ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હોમ ગાર્ડ તરીકે નોકરી કરું છું. જો તમારે ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે.

જેથી ફરિયાદી એ તેમના વકરામાંથી તેને સો રૂપિયા આપ્યા હતા. જોકે, બાદમાં આ ઈસમ આસપાસમાં અન્ય દુકાનોમાં પણ ગયો હતો અને ત્યાં પણ પૈસાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ફરિયાદી દુકાન પરનો વીડિયો વાયરલ થતાં તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વીડિયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

જોકે, આ પ્રકાર નીચલા સ્તર પર થઈ રહેલા ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું કરવા માટે એસીબી દ્વારા ગત વર્ષે ડિકોય ટ્રેપ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તો ડિકોચ ટ્રેપ શું છે તેની માહિતી જોઇએ. કેટલાક સરકારી વિભાગો એવા છે કે, જેમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવા છતાં લાંચની રકમ ઓછી હોવાના કારણે કે અન્ય કોઇ કારણોસર ફરિયાદીઓ એસીબી સમક્ષ આવતા નથી. પરંતુ આવા વિભાગોમાં હવે એસીબી દ્વારા જાતે જ ડિકોયર મોકલીને ડિકોય કરવાનું નક્કી કર્યું છે. જો કોઇ વિભાગમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને કોઇપણ નાગરિકને તેની જાણ થાય છે તો તે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર તે જાણ કરી શકે છે. અથવા તો એસીબી કચેરી પર એસીબીના અધિકારીનો સંપર્ક સાધી શકે છે.

જો આ નાગરિક ફરિયાદી બનવા ન માંગે તો પણ એસીબી દ્વારા જે તે વિભાગમાં વોચ ગોઠવીને ડિકોય ટ્રેપ કરશે. એસીબી દ્વારા જે તે વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળતા જ ખાનગી રાહે તપાસ કરવામાં આવશે અને વિગતો એકઠી કર્યા બાદ ડિકોયનું આયોજન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો