‘મેરે બચ્ચો કો પૈસા દિલાના ઉસ શૈતાનો સે’, અમદાવાદમાં વેપારીએ વિડિયો બનાવી કર્યો આપઘાત, મરતા પહેલા જણાવી કરૂણ કહાની

અમદાવાદ શહેરમાં આયશા બાદ હવે એક વેપારીએ આપઘાત પહેલા વીડિયો બનાવી પોતાની કરૂણ કહાની જણાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં વધુ એક વેપારીએ વ્યાજખોરીના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મૃતકે દેવાના કારણે આત્મહત્યા કરતા પહેલા પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા અંગે વીડિયો પણ બનાવ્યો હતો. બે મહિલા અને ત્રણ પુરુષો પર વ્યાજ ખોરીનો આરોપ લાગ્યો છે. કેમકે આત્મહત્યા કરનાર કન્સ્ટ્રકશનના વેપારી ને આરોપી તરફથી વારંવાર પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા પરત આપવાનું દબાણ કરવામાં આવતું હતું.જોકે વેપારી કામ બંધ થઈ જતા અને કરેલા કામના સમયસર પૈસા પરત નહીં આવતા વ્યાજે રૂપિયા લીધા હતા. જોકે મૂડી અને બે મહિનાથી વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ પાંચેક વ્યાજખોરો સામે નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

મહત્વનું છે કે, મૃતક શફિક ભાટીએ પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવી પરિવારને ન્યાય મળે અને વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તે પ્રકારનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેને પોલીસે કબજે લીધો છે પોલીસે શફિક ભાટીના પરિવારજનોની ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાંચ આરોપીઓને ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાંથી બે મહિલા આરોપીઓ પણ છે જેમની પાસેથી થોડા સમય અગાઉ વ્યાજે રૂપિયા લેવામાં આવ્યા હતા.

આરોપી શબાના અને રશ્મી સિવાય એઝાઝ બાપુ, અને ટાઇશન નામના વ્યક્તિ પાસેથી પણ મૃતકે લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે કન્સ્ટ્રક્શનના કરેલા કામની રકમ પરત ન આવતાં 50 લાખથી વધુનું દેવું થઈ ગયું હતું. અને આરોપીઓ આ રૂપિયા વસુલાત કરવા કડક હાથે ઉઘરાણી કરતા. જેથી કંટાળી શફિક ભાટીએ મોબાઈલ વિડિયો બનાવી જુહાપુરા ને ફતેવાડી કેનાલમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

સરખેજ પોલીસે હાલ આ કેસમાં સંડોવાયેલ અન્ય ફરાર આરોપીની પકડવા માટે તજવીજ હાથ ધરી છે. સાથો સાથ મોબાઈલ કબ્જે કરી FSLમાં વિડીયોની ખરાઈ કરાવવા પણ તજવીજ હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં હાલ આત્મહત્યાના દુષ્પ્રેરણ અને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી છે.

સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો એટલા માટે કહી શકાય કે એક પછી એક વ્યક્તિઓ અમદાવાદમાં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ ત્રાસ હોવાનું સામે આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો