UGVCLએ અમદાવાદીઓને મનફાવે તેવાં બિલ આપ્યા, લોકડાઉન દરમિયાન 20 હજાર સુધીનાં બિલથી લોકોમાં આક્રોશ

અમદાવાદીઓ એકબાજુ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉનનાં કારણે ધંધો-રોજગાર ઠપ્પ થતાં તે ફરીથી આર્થિક સધ્ધર થવા માટે મથામણ કરી રહ્યા છે. પણ આ વચ્ચે અમદાવાદમાં વીજ પૂરવઠો પૂરી પાડતી UGVCLનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. UGVCL દ્વારા લોકડાઉનના સમયમાં અમદાવાદના અમુક વિસ્તારોમાં 15-20 હજાર રૂપિયા સુધીના બિલ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદના ન્યુ ગોતા વિસ્તારનાં લોકોએ UGVCLની કંપનીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ન્યુ ગોતા વિસ્તારનાં સ્થાનિકોએ લોકડાઉન સમય દરમિયાન વધુ પડતાં બિલનો વિરોધ કર્યો હતો.

આ વિસ્તારનાં લોકોને લોકડાઉન દરમિયાન 15થી 20 હજાર રૂપિયાનું બિલ પકડાવી લેતાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મનફાવે તેવાં બિલ આપવાને કારણે UGVCL કંપની પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

આ મામલો ફક્ત અમદાવાદના એક વિસ્તાર પુરતો સીમિત નથી. સાઉથ બોપલ અને રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકો વધારે પડતાં વીજ બિલની બૂમરાળ મચાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 200 યુનિટ વીજ વપરાશ પર 100 યુનિટ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ બીજી બાજુ લોકડાઉનના સમય દરમિયાન અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વીજ કંપનીઓ દ્વારા તોતિંગ બિલ પકડાવી દેવામાં આવ્યા છે. જેને કારણે અમદાવાદીઓમાં વીજ કંપનીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. તો શું આ મામલે સરકાર વીજ કંપનીઓ સામે તપાસનાં આદેશ આપશે કે કેમ તે જોવું રહ્યું. પણ આમ પ્રજાને આ બમણાં બિલ ભરવામાંથી છૂટકારો મળશે કે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો