અમદાવાદમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો કોન્સ્ટેબલ રાજા, મોતના 7 દિવસ બાદ પણ હત્યારાઓ ન પકડાતાં કેન્ડલ માર્ચ કાઢી

થોડા દિવસો પહેલાં જ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની હત્યાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો. લારી પર નાસ્તો કરવા માટે ગયેલાં પોલીસ કોન્સ્ટેબલને ચાઈનીઝ ગેંગ દ્વારા સાતથી વધારે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હજુ સુધી તમામ આરોપીઓને પોલીસ પકડી શકી નથી. જેને કારણે સ્થાનિકો દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. અને સાથે જ રાજાની બહેને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

શું હતી ઘટના?

અમદાવાદ અસારવામાં રહેતાં પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર જાડેજા તેના મિત્ર ધવલ સાથે ગત રવિવારે સાંજે નજીકમાં આવેલી નાસ્તાની લારી પર ગયા હતા. ત્યાં નજીકમાં રહેતી અને પોતાને ચાઈનીઝ ગેંગ ગણાવતી ગેંગના એક સભ્ય પાસે કોન્સ્ટેબલ છરી જોઈ ગયા હતા. જેથી પોલીસની ઓળખ આપી તેની પાસે શું છે પૂછતાં જ કમરમાંથી છરી કાઢી અને રવિન્દ્રના પગના ભાગે મારી હતી. તેટલામાં જ અન્ય ત્રણ સાગરીતો આવી ગયા હતા અને રવિન્દ્ર તેમજ તેના મિત્ર ધવલ પર હુમલો કર્યો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

એક સપ્તાહ પહેલાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રવિન્દ્ર જાડેજા પર હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું. મોત બાદ શાહીબાગ પોલીસે ચાઈનીઝ ગેંગના એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓને પકડવાની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. રવિન્દ્ર જાડેજાના પિતાનું અવસાન થઈ ગયું છે. અને પાંચ બહેનો વચ્ચે તે એકનો એક ભાઈ હતો. અને ઘરમાં તે એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. હવે તેની હત્યા થઈ દેતાં પરિવારના માથે આભ ફાટી ગયું છે.

કેન્ડલ માર્ચમાં મૃતકની બહેનને સરકારી નોકરી આપવાની માગ કરાઈ હતી. તો બીજી બાજુ રવિન્દ્રની બહેને એક દિવસમાં ફરાર આરોપીઓ નહીં પકડાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ચાઈનીઝ ગેંગ જે વિસ્તારમાં રહેતી તે વિસ્તારનાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે અમદાવાદ પોલીસ માટે પણ આ આરોપીઓને પકડી પાડવા એક ઈજ્જતનો સવાલ બનીને રહેશે. અને પોલીસની હત્યા કરી દે ત્યારે શહેરની કાયદો વ્યવસ્થા મામલે સવાલ ઉભા થાય એ સ્વાભાવિક છે. અને અમદાવાદ પોલીસ કેવી રીતે ગુનેગારો પર અંકુશ લગાવી શકશે તે જોવું રહ્યું. જ્યારે એક પોલીસ કર્મી જ અમદાવાદમાં સુરક્ષિત ન હોય તો સામાન્ય પ્રજાની તો વાત જ ક્યાં કરવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો