પાસપોર્ટ કચેરીએ દેખાડી માનવતા, પતિના મોતના આઘાતમાં સરી પડેલી મહિલાને માત્ર અડધો કલાકમાં પાસપોર્ટ ઈશ્યુ કરી આપ્યો

સામાન્ય રીતે પાસપોર્ટ ઇશ્યૂ થવામાં 30 દિવસ જેટલો સમય લાગી જાય છે. પરંતુ નડિયાદની એક મહિલાને માત્ર 35 મિનિટમાં પાસપોર્ટ કાઢી આપવામાં આવ્યો હતો. મહિલાનો પતિ છેલ્લા કેટલાક સમયથી કેન્યામાં રહેતા હતા. 17 ફેબ્રુઆરીના રોજ મહિલાને કેન્યાથી ફોન આવ્યો કે તમારા પતિનું કીડની ફેલ્યોરના કારણે મૃત્યુ થઇ ગયું છે. સમાચાર સાંભળતા જ મહિલા પોતાના બે સંતાનોને લઈને મુંબઈથી કેન્યા જવા નીકળ્યા હતા. પરંતુ મહિલાનો પાસપોર્ટ એક્સપાયર થઇ જતા તેમને વિઝા ન મળ્યાં. મહિલાએ બે સંતાનોને કેન્યા માટે રવાના કર્યા અને પોતે પાસપોર્ટની પ્રોસેસ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા.

મહિલાને ડોક્યુમેન્ટ આપવાના માત્ર 35 મિનિટમાં પાસપોર્ટ મળ્યો

મહિલાએ અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં સોનિયા યાદવ સાથે પોતાના પતિનું કેન્યામાં મૃત્યુ થયું છે અને પાસપોર્ટ એક્સપાયર થવાથી તે જઇ શકી નથી. મહિલાની વાતો સાંભળી પાસપોર્ટ ઓફિસરે તાત્કાલિક એક ટીમને મહિલાના પાસપોર્ટ ઇશ્યુ કરાવવા માટે આદેશ કર્યો હતો. મહિલાએ 11:15એ પોતાના સમગ્ર ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા હતા. ત્યારે ટીમે માત્ર 30 મિનિટ એટલે 11:50માં જ મહિલાનો નવો પાસપોર્ટ ઇશ્યુ કરી આપ્યો હતો.

30 દિવસની પ્રોસેસ માત્ર અડધો કલાકમાં પુરી મહિલાએ આભાર વ્યક્ત કર્યો

મહિલાએ અમદાવાદથી પાસપોર્ટ થઇને તાત્કાલિક મુંબઈ પહોંચી અને ત્યાંથી કેન્યા માટે રવાના થઈ ગઈ હતી. મહિલાએ જે પાસપોર્ટને ઇશ્યુ થવામાં 30 દિવસ જેટલો સમય લાગે છે તેને માત્ર 30 મિનિટમાં ઇશ્યુ કરી આપવા બદલ પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો