સરહદ પર અથડામણ બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ, અમદાવાદમાં લોકોએ ચાઈના પ્રોડક્ટ સળગાવી નોંધાવ્યો વિરોધ
અમદાવાદના બાપુનગર ડાયમંડ સર્કલ ખાતે ચીને કરેલ હુમલાનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ચીનનો વિરોધ કર્યો, સાથે જ ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ પણ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર ઘુષણ ખોરી અને હુમલાની નીતિ અપનાવવામાં આવી છે, તેને જોતાં સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સૂચક બેનરો સાથે લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને ચીનને પડકાર ફેંક્યો હતો લોકો ચાઈનીઝ પ્રોડક્ટ મોબાઈલ સીરીઝ ઈલેક્ટ્રીક વસ્તુઓ પણ સાથે લાવ્યા હતા જેનું જાહેરમાં દહન કર્યું હતું.
વિરોધ કરનાર લોકોનું કહેવું હતું કે, કોરોના મહામારી વચ્ચે ચાઇના દ્વારા જે રીતે ભારત પર હુમલા કરવામાં આવ્યા છે, સરહદ વિરોધી કૃત્ય કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી અને સમય આવ્યે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપશે. સૌએ ભેગા મળી chinese productsનું જાહેરમાં દહન કરી તેનો બહિષ્કાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

