પીડિત પરિજનોના સમર્થનમાં સામે આવી કરણી સેના, અમારી બહેન અમને સોંપો નહીતર..: કરણી સેનાની ખુલ્લી ધમકી

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. બેગ્લૂરુથી આવેલા એક દંપતિએ સ્વામી નિત્યાનંદના આશ્રામમાં તેઓની બે દીકરીઓનો જબરદસ્તી ગોંધી રાખ્યાનો અને એક દીકરી ઉપર બળાત્કાર કર્યાનો આક્ષેપ સાથે ગત શુક્રવારે મોડી રાતે પોલીસ અને ચાઇલ્ડ વેલફેરના અધિકારીઓ સાથે દીકરીઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ આશ્રામના સંચાલકોએ તેઓને ઘૂસવા દીધા ન હતા. જેથી તેમણે રાતે ત્રણ ચાર કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. પણ આશ્રામના સંચાલકો ટસના મસ થયા ન હતા. તેઓ થાકી-હારીને પરત ફર્યા હતા પછી તેઓ ગઇ કાલે શનિવારે સવારે પહોંચ્યા હતા. પછી તેમણે પોલીસ, ડીઇઓ સહિત સામાજિક કાર્યકરો સાથે આશ્રામમાં જવા માટે પ્રયાસ કર્યો હતો પણ આશ્રામ સંચાલકોએ ના પાડી દીધી હતી જેથી પોલીસે જબરદસ્તી કરવી પડી હતી. ત્યારે આ દંપતિને નહીં પણ માત્ર પોલીસ અને અન્ય અધિકારીઓને આશ્રામમાં પ્રવેશ મેળવવામાં સફળતા મળી હતી. પણ ગોંધી રાખ્યાનો આક્ષેપ થયો તે પૈકી એકપણ દીકરી આશ્રામમાં ન હતી. પોલીસે એક યુવતી સાથે સ્કાય પે ઉપર વિડિયો કોલિંગથી વાત કરી હતી. જ્યારે બીજી યુવતીનો સંપર્ક કર્યો ન હતો તે યુવતી ભારતમાં કોઇ રાજ્યમાં પ્રવાસે હતી.

નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલામાં રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. હવે પીડિત પરિજનોના સમર્થનમાં કરણી સેના આવી ગઇ છે. આજે ખુબ જ હંગામાં વચ્ચે તાળાં તોડીને કરણી સેના આશ્રમમાં પહોંચી હતી. જોકે પોલીસે કરણી સેનાના કાર્યકરોને આશ્રમમાંથી બહાર કાઢ્યા હતા. બાદમાં કરણી સેનાના કાર્યકરોએ આશ્રમ બહાર ધરણાં કર્યા હતા. કરણી સેનાએ એવું પણ કહ્યું હતું કે, જો યુવતી નહીં સોંપવામાં આવે તો અહીં આગ લગાવી દઈશું. ત્યાં જ પોલીસનું કહેવું છે કે, કરણી સેના ખોટી રીતે વિરોધ કરી રહી છે. CWC એ જાણકારી આપી જ છે. આ દરમિયાન આશ્રમના સંચાલકોએ મીડિયા કર્મી સાથે ગેરવર્તન કર્યુ હતું. આ દરમિયાન મીડિયા દ્વારા આશ્રમના સાધુઓને યુવતી વિશે પૂંછવામાં આવતા તેમણે મૌન ધારણ કરી લીધુ હતું.

બેંગ્લુરુંના રહેવાસી પીડિત પિતા જર્નાદન શર્માએ ગત બે નવેમ્બરના રોજ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ચાર બાળકોને સ્વામી નિત્યાનંદનના આશ્રામમાં ગોંધી રાખ્યાની અરજી આપી હતી. પોલીસે આ અરજીના આધારે નિત્યાનંદના આશ્રામમાં તપાસ કરી હતી જેમાં તે વેળાએ આશ્રામમાં ૩૭ જેટલા બાળકો હતા. જેમાં તેમના બે સગીર વયના બાળકો અને એક ૧૮ વર્ષીય દીકરી હતી. બંને સગીર બાળકોને આશ્રામમાં રહેવું ન હોવાથી પોલીસે તે બે બાળકોની માતા-પિતાને કસ્ટડી અપાવી હતી. જ્યારે ૧૮ વર્ષીય નિત્યાનંદિતા નામની યુવતીએ પોલીસને લેખિતમાં નિવેદન આપ્યું હતુ જેમાં તેમા આશ્રામમાં રહેવાનું કહ્યું હતુ સાથે પિતા સાથે જવાની ના પાડી હતી. પોલીસ બે બાળકોને શર્મા દંપતિને કબજો સોંપી પરત ફરી હતી પછી પરિવાર પરત બેંગ્લોર જતો રહ્યો હતો. જોકે, પિતાએ એવું કહ્યું હતુ કે, નિત્યાનંદિતા નામની યુવતીનો કન્નડ ભાષામાં વિડિયો વાઇરલ થયો હતો જેમાં કન્નડ ભાષામાં તેની સાથે બદકામ થયું હોવાની આપવીતિ કરી હતી જેથી તેઓ ગઇકાલે શુક્રવારે રાતે બેગ્લોરથી અમદાવાદ આવ્યા હતા જેમાં તેમણે ફરી આશ્રામમાં જઇ યુવતીઓને મળવાની કૌશીષ કરી હતી. દીકરીના પિતા એવા જનાર્દન શર્માએ શુક્રવારની મોડી રાતે આશ્રામમાં પ્રવેશ કરવાની કૌશીષ સાથે ખુબ હોબાળો મચાવ્યો હતો. પોલીસે તાકીદે ફરિયાદ નોંધી તપાસ કરવાને બદલે માત્ર દીકરીના નિવેદનો લઇ મામલો થાળે પાડવાની કૌશીષ કરી હતી.એમા પણ માત્ર સ્કાય-પેના આધારે લીધેલા નિવેદનને આધાર માની પોલીસે સંતોષ માન્યો હતો.

પિતાના ગંભીર આક્ષેપ : મારી દીકરી સાથે બદકામ થયું, જરૂર પડે હાઇકોર્ટ જઇશું

જનાર્દન શર્મા જે દીકરીઓની કસ્ટડી મેળવવા માટે બે દિવસથી દોડી રહ્યાં છે તે પૈકી એક દીકરી વિદેશમાં છે પણ ક્યાં છે ? તે દેશ પણ પોલીસને ખબર નથી. બીજી તરફ એક દીકરી ભારતમાં છે પણ કયા રાજ્યમાં છે તે પોલીસને ખબર નથી. પીડિત પરિવારના વકીલે જરૂર પડે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની વાત કરી છે તો બીજી તરફ પીડિત પિતાએ બંને દીકરીઓ સાથે વાત કરવા અને મળવાની માગ કરી રહ્યાં છે. બંને દીકરી પૈકી એકપણ સાથે માતા-પિતાની મુલાકાત કરાવવામાં આવી નથી. પિતાનો ગંભીર આક્ષેપ છે કે, મારી દીકરીને મારી નાંખી હોય કે પછી તેની સાથે દુષ્કર્મ થયું હોય તેવું તેમને લાગી રહ્યું છે જેથી આશ્રામ સંચાલકો તેમની સાથે વાત કરવા દેતા નથી.

પોલીસ સામે ગંભીર પ્રશ્ન

૧. જર્નાદન શર્માના બે સગીર બાળકો તેમની મંજુરી વિના જ આશ્રામમાં આવી ગયા ? કોણ લાવ્યું ? કેવી રીતે લાવ્યું ? તે અંગે પોલીસે કોઇ તપાસ કરી નથી. ૨. બે દીકરીઓ પૈકી એક દીકરી વિદેશમાં છે પણ ક્યાં છે ? તે જાણવાની તસ્દી લીધી નથી અને કોની સાથે છે તેની પણ પોલીસે તપાસ કરવાની તસ્દી લીધી નથી. ૩. એક દીકરી ભારતમાં છે પણ કયા રાજ્યમાં છે કોની સાથે છે તે જાણવાની તસ્દી પણ પોલીસે લીધી નથી. ૪. પિતાના રેપ અને મર્ડર જેવા ગંભીર આક્ષેપ છતાં પોલીસ ગુનો નોંધવાની તસ્દી લેતી નથી. માત્ર વિડિયો કોલથી નિવેદન લઇ સંતોષ માની રહી છે તે પણ શંકાસ્પદ છે. ૫. પોલીસ દ્વારા ૨ નવેમ્બરે અરજી આવી પછી બંને દીકરીઓની માતા-પિતા સાથે મુલાકાત કેમ કરાવી નહીં ? તે પણ પ્રશ્ન છે. ૬. જ્યારે આ બે યુવતી પૈકી એક યુવતિ આજે ૧૮ વર્ષની છે જ્યારે આશ્રામમાં લવાઇ તે વેળાએ સગીર હતી તો તેના વાલીની મંજુરી વિના કેવી રીતે લવાઇ તેની તપાસની તસ્દી લીધી નથી. ૭. આશ્રામમાં જે ૩૭ બાળકો છે તે તેમના વાલીની સંમતિથી લવાયા છે તેની તપાસ કરાઇ નથી. ૮. નિત્યાનંદના આશ્રામમાં પોલીસને પ્રવેશવા માટે ધમપછાડા કરવા પડયાં તો તે આશ્રામની તપાસ કેમ કરાઇ નહીં ? ૯. પીડિત પિતા જે વિડિયોની વાત કરી રહ્યાં છે તે વિડિયો હજુ સુધી કેમ રિકવર કરાયો નથી. ૧૦. જો પિતાની વાત ભવિષ્યમાં સાચી ઠરે તેવા પુરાવા મળે તો જવાબદારી કોની ? તે પણ મોટો પ્રશ્ન છે.

શું છે આખો વિવાદ

જર્નાદન શર્માની મંજુરી વિના તેમના ચારેય બાળકોને અમદાવાદના આશ્રામ ખાતે લવાયાની વાત તેઓને ખબર પડી હતી જેથી છેલ્લા ૩ માસથી તેઓ બાળકોને મળવા અમદાવાદ આવતા હતા પણ આશ્રામના સંચાલકો બાળકો સાથે મળવા દેતા ન હતા. વારંવારના ધક્કાથી કંટાળી ગત ૧લી નવેમ્બરે અમદાવાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીમાં ફરિયાદ કરી હતી. પછી તેમણે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશને સમગ્ર ઘટના પોલીસને સમજાવી હતી. તેથી પોલીસે અરજી લીધી હતી. ત્યારબાદ પોલીસે આશ્રામ ખાતે તપાસ કરતા ત્યાંથી જનાર્દન શર્માના ચાર પૈકીના ૩ બાળકો મળી આવ્યા હતા. જેમાંથી બે બાળકો સગીર હતી. જેમને આશ્રામમાં રહેવું ન હતુ તેથી તેમને માતાપિતાને સોંપી દેવાયા હતા. જ્યારે ૧૮ વર્ષીય નિત્યાનંદીતા નામની યુવતીને તેના માતાપિતા સાથે જવું નથી અને આશ્રામમાં રહેવું છે તેવું પોલીસને લેખીતમાં જણાવ્યું હતુ. ગઇકાલે ફરી બે દીકરીને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો