અમદાવાદમાં 52 વર્ષના બિલ્ડરે 22 વર્ષની યુવતીને દારૂ પીવડાવી ઐયાશી કરી, મિત્ર સાથે શરીરસુખ માણવા દબાણ કરતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં 52 વર્ષના એક બિલ્ડરે પુત્રીના ઉંમરની 22 વર્ષની યુવતીને નોકરી પર રાખી હતી. યુવતીને લાલચ આપીને દારૂ પીવડાવીને ઓફિસમાં જ દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ મુંબઈ, આબુ, તેમજ દીવ જેવા અલગ અલગ સ્થળોએ લઈ જઈને પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસ પહેલા બિલ્ડર સુરેશ યુવતીને દારૂ પીવડાવીને તેના મિત્રને પણ શારીરિક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરતા મોટો ઝઘડો થયો હતો. જેના કારણે બિલ્ડરનો ફોન યુવતીએ ફેંકીને તોડી નાંખ્યો હતો.

બિલ્ડરે પોતાના બચાવ કરવા પત્ની અને પરિવારજનોને યુવતીની વાત કરી દીધી હતી. જેના કારણે બિલ્ડરની પત્ની યુવતીને ફોન કરીને ગાળાગાળી કરતી હતી, જેથી નિકોલના ગંગોત્રી સર્કલ પાસે આવેલા ઈતિહાસ બંગ્લોઝમાં રહેતા હોવાથી યુવતી તેની માતા સાથે બિલ્ડરના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં બોલાચાલી બાદ ઝઘડો થતાં નિકોલ પોલીસની ગાડી આવી ગઈ હતી. મામલો શુક્રવારે રાત્રે 12 વાગે નિકોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

યુવતીને બિલ્ડરની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ ના કરે તે માટે 30 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. પરંતુ મામલો બિચક્યો હતો. આ ઘટનાના કેટલાક ઓડિયો અને વીડિયો બહાર આવ્યો છે. આ અંગે સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર ગૌતમ પરમારે જણાવ્યું છે કે, નિકોલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની અરજી થઈ છે. પરંતુ પોલીસનો ખોટી રીતે ઉપયોગ કરે તે ચલાવી લેવાશે નહીં અને કાયદેસર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

નિકોલ પોલીસ સ્ટેશનમાં ઝઘડો પહોંચી જતા નિકોલ પોલીસ સ્ટેશનમાં રાતના 12થી સવારના 4 વાગ્યા સુધી બબાલ ચાલી હતી. આખરે નિરોલ પોલીસે દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદ હોવા છતાં અરજી લઈને 51 લાખ રૂપિયામાં સમાધાન કરાવવામાં રસ દાખવીને પોતાના ખિસ્સા ગરમ કરી લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડરની ઓફિસ નરોડા ટોલનાકા પાસેના વિશાલા મોલ અને દહેગામ રોડ પરના બિલાસિયાના ફોર્મ હાઉસમાં તેમજ દીવ, આબુ અને મુંબઈમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, છતાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ઝઘડાનું નાટક કરીને બિલ્ડરે પોલીસ સાથે ગોઠવણ કરીને નિકોલ પોલીસ સ્ટેશનને જ મધ્યમથી રાખીને સમાધાન કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

યુવતી સાથે રંગરેલિયા મનાવનાર બિલ્ડરની પુત્રીના દિવાળીમાં લગ્ન છે

નિકોલ કાનબા હોસ્પિટલની બાજુમાં રહેતી 22 વર્ષની યુવતી સાથે રંગરેલિયા મનાવનાર પર વર્ષના બિલ્ડરને 3 સંતાન છે. જેમાં સૌથી મોટી દીકરીના દિવાળીમાં લગ્ન હોવાથી આખા પરિવારના સભ્યો ટેન્શનમાં આવી ગયા હતા. તેમજ સમાજમાં મોટો મોભો ઘરાવતાં બિલ્ડરની આબરૂ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો