અમદાવાદમાં બૂટલેગરે દારૂની હેરફેર માટે લગાડયો જોરદાર આઈડિયા, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

અમદાવાદ શહેરમાં દારૂ (liquor) ઘુસાડતા બૂટલેગર (Bootlegger) બેફામ બન્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સ્થાનિક પોલીસને (police) સફળતા મળી છે. જેમણે બાતમીના આધારે તેલના ડબા ભરેલો ટેમ્પો (tempo) રોક્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ તેલનાં પેક ડબ્બા જ લાગતા હતા. પણ પોલીસે કટર મગાવીને ડબા કાપતા તેમાથી દારૂ અને બિયરના ટીન નીકળ્યા હતા. કૃષ્ણનગર પોલીસને (krushnanagar police) મળેલી સફળતા બાદ આરોપીની અટકાયત કરી તપાસ કરી તો અનેક ઘણો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કૃષ્ણનગર પોલીસની ટીમને બાતમી  મળી હતી કે એક વાદળી કલરના ટેમ્પોમાં તેલના ડબાની અંદર દારૂ છુપાવીને લઈ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વાદળી કરલનો ટેમ્પો ત્યાંથી નીકળ્યો હતો.

પોલીસે ટેમ્પો રોકીને ટેમ્પો ચાલકની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું હતું. તેણે ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને અગાઉથી બાતમી હતી જેથી પોલીસ દ્વારા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલિસને તેલના ડબ્બા કાપીને 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે બૂટલેગર દારૂ પહોંચાડ્વા માટે અવનવા કિમીયા કરતા હોય છે ત્યારે પોલીસ ઈચ્છે તો ગુનેગાર ફફડી ઉઠે છે. અને આ કિસ્સો જ તેનું ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા અનેક બુટલેગર ઝડપાયા હતા. જેઓ ફ્લેટની લિફ્ટમાં કે ભોંયરૂ બનાવી અથવા ગેસ સિલિન્ડરમાં દારૂનો જથ્થો છુપાવી દારૂ વેંચતા હતા. પણ પોલીસે બાતમી આધારે રેડ કરી આવા બુટલેગરને ઝડપી પાડ્યા હતા.

વધુ એક વાર આ રીતે બુટલેગર પકડતા તેને દારૂનો જથ્થો આપનાર કોણ છે અને ક્યાં આ માલ પહોંચાડવાનો હતો તે બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો