AMCનો વધુ એક મોટો નિર્ણયઃ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી શનિ-રવિ 2 દિવસ સુધી સંપૂર્ણ કરફ્યુ
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશને વધુ એક મોટો નિર્ણય લીધો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધીના સંપૂર્ણ કર્ફ્યુ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. મહત્વનું છે કે, આ અગાઉ આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત કરી છે.
અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ
અમદાવાદમાં કરફ્યુ મુદ્દે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં શનિવાર(21 નવે.) અને રવિવારે(22 નવે.) સંપૂર્ણ કરફ્યુ રહેશે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસે દુકાનો ખુલશે. આશરે 60 કલાક સુધી અમદાવાદ શહેરમાં સતત કરફ્યુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. અતિ આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.
અમદાવાદમાં આગામી શનિવાર અને રવિવારે 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશેઃ રાજીવ ગુપ્તા
Corona situation was reviewed late night and it has been decided that “complete curfew”shall be imposed from tomorrow night 9:00 pm till Monday morning 6:00 am in city of Ahmedabad. During this period, only shops selling milk and medicines shall be permitted to remain open
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) November 19, 2020
રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં ‘સંપૂર્ણ કરફ્યુ’ લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ એક નિર્ણય લેવાયો છે. જેમાં આજથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે. જોકે શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.
કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે. CM વિજય રૂપાણી સાથેની આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

