સમાજ માટે ઉદાહરણરૂપ દ્દષ્ટાંત: અમદાવાદની મહિલાએ 12 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું, 5 પ્રિમેચ્ચોર બાળકોનો બચાવ્યો જીવ

ગુજરાતીમાં કહેવાય છે કે ‘જનનીની જોડ સખી નહીં જતે રે લોલ’, એક માતા પોતાના બાળકને લઈને કેટલું કરે છે, તે તો ભગવાન જ જાણી શકે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેને માતાનું સર્જન કર્યું. એક બાળકના જન્મથી લઈને મોટું થાય ત્યાં સુધીમાં તે અનેક મોટી ભૂમિકાઓ ભજવે છે. તેના માટે તે ઘણી વસ્તુઓના ત્યાગ પણ કરે છે. એક બાળક જન્મે ત્યારે તેના માટે અમૃત સમાન હોય તો તે માતાનું ધાવણ છે. ત્યારે હાલ અમદાવાદની માતાઓની કહાની સાંભળી તમારા મોઢામાંથી નીકળશે વાહહહ…!!

પ્રિમેચ્ચોર બાળકો માટે અમદાવાદની 200થી વધુ મહિલાઓ બ્રેસ્ટ મિલ્કનું દાન કર્યું છે. જેમાં સૌથી વધુ 29 વર્ષની રૂશિના ડોક્ટર મારફતિયા છેલ્લા ત્રણ મહિનામાં 12 લિટર બ્રેસ્ટ મિલ્કનું દાન કર્યું છે. રૂશિનાએ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 5 પ્રિમેચ્ચોર બાળકોનો જીવ બચાવ્યો છે. રૂશિના ઉપરાંત 200થી વધુ મહિલાઓએ અર્પણ મોમ બેન્કમાં તેમનું મિલ્ક ડોનેટ કરી ચૂકી છે.

રૂશિનાએ સ્તનપાન કરાવાની સાથે બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવા માટે વિચાર્યું

રૂશિના ડોક્ટર મારફતિયાએ જણાવ્યું હતું કે, મારું બાળક પીવે તેના કરતા વધુ દૂધ આવતું હતું. જેથી મે બીમાર અને જરૂરિયાતમંદ બાળકોને મિલ્ક ડોનેટ કરવા માટે વિચાર્યું હતું. ત્યારે તેમણે તેમના પુત્રને સ્તનપાન કરાવાની સાથે મિલ્ક ડોનેટ કરવાનું પણ ચાલુ કર્યું હતું. અમદાવાદમાં અર્પણ મિલ્ક બેંક વિશે જાણ થતા ત્યા મિલ્ક ડોનેટ કરવાનું શરૂ કર્યું. છેલ્લા બે મહિનાથી હું મિલ્ક ડોનેટ કરી રહી છું. રૂશિનાનું માનવું છે કે, બાળકોને લાંબા સમય સુધી માતાનું સ્તનપાન કરાવો તો તે વધુ હેલ્ધી બને છે.

ડોનેટ કરેલુ દૂધ બાળકો માટે સંજીવની સમાન

અમદાવાદની અર્પણ ન્યૂબોર્ન બેબી સેન્ટરના નિયોનેટોલોજિસ્ટ ડો. આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં જે બાળકોની ડિલિવરી થાય છે. તેમની માતાઓ જે પ્રિમેચ્ચોર બાળકોને જન્મ આપે છે કે તો બીમાર હોય અથવા અન્ય કારણોસર તે બાળકોને સ્તનપાન ન કરાવી શકતી નથી. ત્યારે આ ડોનેટ કરેલું મિલ્ક આવા બાળકો સંજીવની સમાન છે. પ્રિમેચ્ચોર બાળકોને ઈન્ફેક્શન લાગવાનો ખતરો હોય છે.

સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા એવા બાળકોને ફોર્મ્યુલાની જગ્યાએ દૂધ આપીએ છીએ

ડો. મહેતાએ જણાવ્યું હતું કે, મેડિકલ દૃષ્ટિએ માતાનું દૂધ એ બાળક માટેનું શ્રેષ્ઠ ફૂડ છે. તે આસાનીથી પચી જાય છે, તેમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોય છે અને તે બાળકોને રોગ સામે લડવાની ક્ષમતા આપે છે. અમે આ દૂધ એવા પ્રિમેચ્યોર બાળકોને પીવડાવીએ છીએ જેમના આંતરડા ખૂબ નબળા હોય છે અને જે સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા. અમે ICUમાં આવા બાળકોને ફોર્મ્યુલાની જગ્યાએ માતાનું દૂધ આપીએ છીએ. આને કારણે 50 ટકા બાળકોની હાલતમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.

પ્રિમેચ્ચોર બાળકોના જન્મ પાછળના કારણ

ડૉ આશિષ મહેતાએ પ્રિમેચ્ચોર બાળકોના જન્મ પાછળના કારણ વિશે જણાવતા કહ્યું હતું કે, પ્રિમેચ્ચોર ડિલિવરી માટે ત્રણ મુખ્ય કારણ હોય છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં ઈન્ફેક્શન, મહિલાને કોઈ બીમારી અને ગર્ભાશયમાં પાણી લીક થતા બાળકોની પ્રિમેચ્ચોર ડિલિવરી થતી હોય છે.

દૂધને પેશ્ચુરાઈઝ્ડ કર્યા બાદ બાળકને આપવામાં આવે છે

આશિષ મહેતાએ આખી પ્રક્રિયા સમજાવતા જણાવ્યું હતું કે, મહિલાઓ દ્વારા ડોનેટ કરેલા દૂધમાં કોઈ ઈન્ફેક્શન નથી ને તે ચેક કરીએ છીએ. તે મહિલાને કોઈ ગંભીર ઈન્ફેક્શન નથી તેની પણ તપાસ કરવામાં આવે છે. બંનેનું રિઝલ્ટ નેગેટિવ આવે પછી અમે દૂધને પેશ્ચુરાઈઝ્ડ કરીએ છીએ અને પ્રિમેચ્ચોર બાળકોને આપીએ છીએ. જે બાળકોની માતા ગંભીર બીમારીથી પીડાતી હોય અથવા ડિલીવરીને લગતી સમસ્યાઓનો સામનો કરતી હોય અથવા પૂરતું દૂધ ન આવતું હોય તે બાળકોને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો