અમદાવાદની મેડિકલ ઓફિસરે 6 દિવસમાં જ કોરોનાને હરાવ્યો, કહ્યું-કોરોનાને હરાવવા ગરમ અને હળદરવાળા પાણી તેમજ લીંબુ શરબતનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ

હવે કોરોના ફ્રન્ટલાઈન વોરિયરમાં પણ ફેલાવવા લાગ્યો છે. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. બ્રિન્દા વચ્છરાજાનીનો 19 એપ્રિલે એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમણે મજબૂત મનોબળ અને સમયસુચકતાથી કોરોનાને 6 દિવસમાં જ પરાસ્ત કર્યો અને 25 એપ્રિલે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે.

આ અંગે ડૉ. બ્રિન્દાએ જણાવ્યું હતું કે,‘કોરોના કેન્સર નથી ફ્લુ તરીકે ઓળખો અને ટ્રીટ કરો. કોરોનાને હરાવવા દરેકે પોતાના રોજીંદા જીવનમાં ગરમ પાણી, હળદરવાળા પાણી તેમજ લીંબુ શરબતનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. જો વધુ પ્રમાણમાં શરદી, ખાંસી, તાવ કે ગળામાં દુખાવો હોય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. આ રોગની સામે પોઝિટિવ અને સજાગ રહીને લડત આપશો તો જરૂરથી તમે બચી જશો

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ફરજ પરથી આવ્યા બાદ સેનેટાઈઝ થઈને જ 6 વર્ષના બાળકને મળતા

ડૉ. બ્રિન્દા કોરોનાથી બચવાના તમામ પ્રયાસ કરતા હતા. ડૉકટર તરીકેની ફરજ બજાવીને ઘરે આવતાની સાથે જ પોતાને સેનેટાઇઝ કરતા અને ત્યાર પછી જ પરિવારજનો અને તેમના 6 વર્ષના બાળક સાથે વાતચીત કરતા હતા.

‘હોસ્પિટલમાં દરરોજ પ્રાણાયમ, મેડિટેશન અને યોગ કરતી’

ડૉ. બ્રિન્દાએ આગળ કહ્યું કે,‘ મને શરૂઆતથી જ કોઈ પણ પ્રકારના કોરોનાના ચિહ્નો દેખાયા ન હતા. પરંતુ મારા સહકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હું એમના સંપર્કમાં આવી હતી. પરંતુ મેં સમયસુચકતા વાપરીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ મને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા હું દરરોજ પ્રાણાયમ, મેડિટેશન અને યોગ કરતી હતી. આ ઉપરાંત સમય પસાર કરવા માટે હળવી શૈલીની બુક્સ વાંચતી હતી. તેની સાથે સાથે મેં માનસિક તણાવ ન વધે તે માટે આક્રમકતા બતાવતું સાહિત્ય વાંચવાનું ટાળ્યુ હતું’

‘કોઈપણ વસ્તુને તડકામાં રાખ્યા બાદ જ ઉપયોગમાં લેવી’

ડૉ. બ્રિન્દાએ પોતાના મનોબળ અને સમયસુચકતાથી કોરોનાને માત આપી દીધી છે. તેમણે સ્વસ્થ થયા બાદ SVP હોસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફનો આભાર માન્યો હતો. તેમજ સાવચેતી રાખવા અંગે ડૉ. બ્રિન્દાએ જણાવ્યું કે, ‘કોઇપણ વસ્તુની ખરીદી બાદ તેને ગરમ પાણીમાં એક ચમચી મીઠું અને એક ચમચી બેકિંગ પાઉડર નાંખીને સાફ કરી નાંખવી. વધુ સાવચેતી જાળવવા વસ્તુને તડકામાં રાખ્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઇએ. કોરોનાને હળવાશથી ન લેવો જોઇએ પરંતુ તેનાથી ડરવાની પણ જરૂર નથી’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો