અમદાવાદના સામુહિક આત્મહત્યા કેસમાં સામે આવ્યું મોટું કારણ, બાળકોની હત્યા કરી બે ભાઈઓએ કેવી રીતે કર્યો આપઘાત, જાણો સમગ્ર ઘટનાક્રમ
અમદાવાદમાં શુક્રવારે એક પરિવારના સામૂહિક આપઘાત કર્યા હોવાનો કિસ્સાએ ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. શહેરના વટવામાં હાથીજણ સર્કલ પાસે એક પરિવારે સામાહિક આત્મહત્યા કરી હતી. વટવા રિંગરોડ પાસે પ્રયોસા રેસિડન્સીની આ ઘટનાએ આસપાસના વિસ્તારને હચમચાવી મૂક્યો છે. આ ઘટનામાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી, જેમાં બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા હતા. આ ઘટનામાં પોલીસને પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે તેઓએ આ અંતિમ પગલુ ભર્યાનું સામે આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનાની તપાસમાં ખુલ્યું છે કે, આ ચકચારી ઘટનામાં ફ્લેટનાં હપ્તા ન ભરાતા આઇસીઆઇસીઆઇ બેન્કે ફ્લેટ પર એક નોટિસ લગાવી હતી. આ ઘટનામાં મોતને વ્હાલું કરનાર અમરીશ પટેલ અને ગૌરાંગ પટેલ ફેબ્રિક ચેકીંગનું કામ કરતા હતા. તેઓ આ ફ્લેટમાં છ મહિના પહેલા રહેવા આવ્યા હતા. જોકે એકાદ મહિનો રહ્યા બાદ તે અલગ રહેવા જતા રહ્યા હતા.
અમરીશભાઈ વટવામાં તથા ગૌરાંગભાઈ હાથીજણમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ફ્લેટના હપ્તા ભર્યા ન હોવાથી બેન્કે ફ્લેટ પર નોટીસ પણ લગાવી હતી. તે સિવાય બન્ને ભાઈઓ કાર ભાડે આપવાનું કામ પણ કરતા હતા. જોકે, એક ગેંગે તેમની સાથે આઠથી દસ કારની છેતરપિંડી કરતા બંને આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી બન્ને ભાઈઓએ આર્થિક રીતે પડી ભાંગતા આત્મહત્યા કરી લીધી હતી.
અમદાવાદમાં બે ભાઈઓના પરિવારે સામૂહિક હત્યા કેસમાં કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. જેથી આ લોકોએ ચોક્કસ કયા કારણોસર મોતને વ્હાલું કર્યું તે જાણી શકાયું નથી. બુધવારથી જ બન્ને ભાઈઓ બાળકો સાથે ફરવા જવાનું કહીને ગુમ થઈ જતા તેમની પત્નીઓએ ઘણી શોધખોળ કરી હતી પણ તેઓનો કોઈ અત્તોપત્તો મળ્યો ન હતો. અંતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધવી હતી.
ત્યારબાદ અચાનક યાદ આવતા તેઓએ વટવાના પ્રયોશા રેસીડેન્સીના ફ્લેટ પર ગયા હોવાની શંકાને આધારે ત્યાં તપાસ કરી હતી. જ્યાં પાર્કિંગમાં તેમની કાર અને સ્કુટર પડ્યું હતું. જેથી શંકા જતા તેઓ ઉપર ગયા હતા, પરંતુ દરવાજો બંધ હોવાથી તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે દરવાજો તોડીને જોતા અંદરના દ્રશ્યો વિચલિત કરી દે તેવા હતા.
પોલીસ પણ ફ્લેટની અંદરનો નજારો જોઈને હેબતાઈ ગઈ હતી. ફ્લેટના હોલમાં બે અલગ અલગ પંખા સાથે અમરીશભાઈ અને ગૌરાંગભાઈના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. બન્ને ભાઈઓના મોઠામાંથી લોહી નીકળી રહ્યું હતું. જ્યારે બેડરૂમમાં તેમના બે દીકરા તથા રસોડામાં બે દીકરીઓ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બાદમાં તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે, તમામ મૃતદેહો સડી ગયા હોવાથી પોલીસે બન્ને ભાઈઓની પત્ની અને બહેનને પાર્કિંગમાં જ ઉભા રહેવા જણાવ્યું હતું.
કેવી રીતે બન્ને ભાઈઓએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરી
અમરીશ પટેલ અને ગૌરાંગ પટેલે પોતાના બે દીકરા અને બે દીકરીઓને લોંગ ડ્રાઇવ પર જવાનું હોવાથી નવાં કપડાં પહેરાવી કારમાં વટવામાં આવેલા તેમના પ્રયોશા રેસિડેન્સી ખાતેના ઘરે જઈ આત્મહત્યા કરી હતી. રસ્તામાંથી કોલ્ડડ્રિંક અને નાસ્તો લઈ સગા પિતાઓએ જ તેમાં ઝેરી દવા ભેળવી હતી. ત્યારબાદ નાસ્તાને ચારેય બાળકોને ખવડાવીને બેભાન કર્યા પછી ગળાફાંસો આપ્યો હતો અને તે પછી બંને ભાઈ પણ પ્લાસ્ટિકની દોરી પંખાના હૂક સાથે બાંધી લટકી ગયા હતા. મૃતકોમાં અમરીશ પટેલના 12 વર્ષના દીકરા મયૂર, નવ વર્ષની દીકરી કીર્તિ અને ગૌરાંગ પટેલના 12 વર્ષના દીકરા ધ્રૂવ તેમજ સાત વર્ષની દીકરી શાનવીનો સમાવેશ થાય છે.
મૃતકોના નામ અને ઉંમર
1. અમરીશ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ ૪૨
2. ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ 40
3. મયુર અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 12
4. ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ ૧૨
5. કીર્તિ અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ ૯
6. શાનવી ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ 7
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

