અમદાવાદમાં માનવતા લજવતો કિસ્સો: કડકડતી ઠંડીમાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી ગયું

આપણા સમાજમાં માતા (Mother)ને એક વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘ગોળ વિના સુનો કંસાર, મા વિના સુનો સંસાર’ જેવી માતૃ પ્રેમ માટે આવી અનેક કહેવતો છે. પરંતુ માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય એવી વધુ એક ઘટના શહેરના મણીનગર વિસ્તાર (Maninagar area)માં સામે આવી છે. હાડ થીજવતી ઠંડી (Cold)માં વહેલી સવારે છ વાગ્યે મંદિર (Temple)ના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકોએ દરગાહમાં લઈ જઈ આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે મણીનગર પોલીસે (Maninagar police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મણીનગર મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળીબેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક બાળક હાડ થીજવી દેતી ઠંડીમાં રડતું હતું.

એક ગોદડીમાં બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિતના લોકો દરગાહમાં લઇ ગયા હતા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસમાં ગયું હશે. જોકે, લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. મણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણી મહિલા સામે બાળકીને તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીની સારવાર કરાવી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસથી અત્યારસુધીમાં મણીનગર આવકાર હોલ, ઓઢવ, સોલા અને અમરાઈવાડી એમ કુલ પાંચેક ભ્રૂણ મળી આવ્યા હતા. ત્યારબાદ ગોમતીપુરમાંથી પણ ભ્રૂણ મળી આવ્યું હતું. જેની નોંધ ઉચ્ચ અધિકારીઓ લીધી હતી. તપાસ કરતા મણીનગરના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો