સગાં વહાલા ન હોય અને વહાલા સગાં ન હોય: પરિવાર રહ્યો નહીં, કોરોનામાં ધંધો નથી, હોસ્પિટલના બિછાનેથી ક્યાં જવું? યુવકની મુંઝવણ
અમદાવાદની સિવિલ હોસ્પિટલના (Civil Hospital) બિછાને પડેલાં 38 વર્ષના યુવકના જીવનની કરુણ કહાની સામે આવી છે. યુવકને ગેંગરીન થયું હોવાથી ડાબો પગ અડધો કાપી નાખવામાં આવ્યો છે. પરંતુ તેને રજા મળ્યા બાદ તેની પરિસ્થિતિ જાયે તો જાયે કહાં જેવી સર્જાઈ છે. આઘાતની વાત ત્યાં છે કે સિવિલ હોસ્પિટલના બિછાને પડેલાં યુવકના ખાટલા પર બિનવારસી લખ્યું છે. કોરોનાને કારણે તેનો રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો પણ પડી ભાંગ્યો હતો. તેની પત્નીએ પણ આપઘાત કરી લીધો છે. એટલે એકલા અટુલા યુવાનની વ્હારે તેની સગી બહેન પણ આવતી નથી. ત્યારે એક શખ્સ તેની પડખે ઉભો મરહીને તેનાથી થતી મદદ કરીને માનવતાની મહેંક ફેલાવી રહ્યો છે. યુવક ક્રિશ્ચયન હોવાથી એક શખ્સ તેને મધર ટેરેસા આશ્રમમાં મૂકવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોરોનાને કારણે આશ્રમે ના પાડી દીધી છે.
ઓઢવના વિરાટનગર મેથોડિસ્ટ ચર્ચમાં ફાધર રેવ. શરદ ઈસાઈ હતા. તેમનું 10 વર્ષ પહેલાં મોતથતં તેમની પાછળ પુત્ર અર્પણ ઈસા અને પુત્રી ઓઢ્રી વાઘેલા હતા. અર્પણના માતાનું પણ મોત થતાં અને મોટી બહેન અલ્પાના લગ્ન થઈ જતાં અર્પણે એક ક્રિશ્ચિયન મહિલા સાથે લગ્ન કર્યા હતા. પહેલા પતિથી છૂટાછેડા થતાં જીવશી તેના બે બાળકો સાથે અર્પણના ઘરે આવી હતી. પરંતુ આર્થિક સંકડામણને કારણે જીવશીએ આપઘાત કરી લીધો હતો.
ત્યારથી અર્પણ એકલો થઈ ગયો હતો. કોરોનાને કારણે રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો પણ બંધ થઈ ગયો હતો. આખરે અર્પણના સંબંધીની પુત્રીએ રૂફાન ક્રિશ્ચિયન નામના એક સમાજ સેવક સાથે તેનો ભેટો કરાવ્યો હતો. વટવાના ગેરતપુર પાસે અર્પણ રહેતો હતો ત્યાં જઈને રૂફાન તેને અનાજની કિટ અને દૂધ આપી આવતો હતો.
સગી બહેને પણ અર્પણને જાકારો આપ્યો
થોડા સમય પહેલાં અર્પણના ડાબા પગે ખિલ્લી વાગી હતી. પૈસાના અભાવે તેણે સારવાર કરાવી નહોતી. અર્પણ તેની બહેન ઓઢ્રીના ઘરે ગયો હતો. પરંતુ બહેને સાચવવાના બદલે તેને રાયપુર ભજીયા હાઉસ પાસે મુકી ગઈ હતી. અર્પણ આખરે જાયે તો જાયે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
સારવાર ન કરાવતાં અર્પણને ગેંગરીન થઈ ગયું હતું. જેના કારણે તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો. અને હજુ સિવિલ હોસ્પિટલમાં તેનું ડ્રેસિંગ ચાલી રહ્યું છે. પરંતુ તેને રજા આપ્યા બાદ ક્યાં લઈ જવો તે એક સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

