અમદાવાદમાં ધો.10ની વિદ્યાર્થિની પર પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજારી વીડિયો શૂટ કરી વાઈરલ કર્યો

અમદાવાદ શહેરના કુબેરનગરમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજારી વીડિયો શૂટ કરી વાઈરલ કર્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

મિત્રતા બંધાયા બાદ સગીરા આયુષ સાથે અવાવરું જગ્યાએ બેસવા જતી

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કુબેરનગરમાં 16 વર્ષની સગીરા તેના માસીના ઘરે રહે છે અને નજીકની સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે. નજીકમાં રહેતા આયુષ બજરંગે નામના યુવક સાથે તેની સપ્ટેમ્બર 2018માં મિત્રતા થઇ હતી. એકબીજા ફોન પર વાતો કરતા હતા. દર ગુરૂવારે સાંઈબાબાના મંદિરે જતી હતી. ત્યારે તેઓ મળતા હતા અને અંધારું થતા નજીકમાં આવેલા અવાવરું જગ્યાએ તેઓ બેસતા હતા. જ્યાં આયુષે તેની સાથે અડપલાં અને ત્રણેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે સગીરાએ ઘરમાં કોઈને જાણ કરી ન હતી.

એક ફ્લેટમાં આયુષ અને તેના મિત્ર ધ્રુવ જાડેજાએ રેપ કર્યો

14 સપ્ટેમ્બરે વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી ત્યારે આયુષ રસ્તામાં મળ્યો અને સગીરાને એક્ટિવામાં બેસાડી તેના મિત્રના ઘરે શાહીબાગ સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા એક ફલેટમાં લઈ ગયો હતો. આ ફલેટ નીચે સગીરાએ ઉપર આવવાની ના પાડતાં તેને ધમકીઓ આપી અને તેને બળજબરીપૂર્વક ઉપર લઈ ગયો હતો. ફ્લેટમાં તેનો અન્ય એક મિત્ર ધ્રુવ જાડેજા પણ હાજર હતો. આયુષ સગીરાને એક રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આયુષ બહાર નીકળી ગયો અને થોડીવાર બાદ ધ્રુવ જાડેજા પણ રૂમમાં ગયો અને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ બંને શખ્સોએ સગીરાને રીક્ષામાં જતા રહેવા કહ્યું હતું.

મોટાભાઈના ફોનમાં એક વીડિયો આવ્યો અને તે ચોંકી ઉઠ્યો

સપ્ટેમ્બર 2019માં સગીરાના પિતાને અકસ્માત થયો હતો જેથી તેના પિતાના ઘરે જતી રહી હતી. થોડા દિવસ પહેલા સારવાર દરમ્યાન પિતાનું અવસાન થતા સગીરા અમદાવાદ આવી ગઈ હતી. સગીરાના મોટાભાઈના ફોનમાં એક વીડિયો આવ્યો હતો તે વીડિયો જાઈ તે ચોંકી ઉઠયો હતો, આ બિભત્સ વીડિયો તેની જ નાની બહેનનો હતો, પરિણામે માતા અને મોટાભાઈએ આ અંગે પુછતા સગીરા રડવા લાગી હતી અને સમગ્ર હકીકત બહાર આવતા સગીરાએ મેઘાણીનગર પોલીસે સ્ટેશનમાં બંને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો