‘સ્વામી આપ ક્યાંથી પસાર થવાના છો? અમારે બદલી કરાવવી છે,’ વાડજ PIની બદલી બાદ સ્વામીને સંબોધતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કરફ્યૂ દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા કેસ ગરમાવો પકડતો જાય છે. અમદાવાદના વાડજ PIની બદલી બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. સ્વામીને સંબોધતો પત્ર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્રમાં બદલી કરવા અપીલનું લખાણ લખ્યું છે. જેમાં પીઆઈએ લખ્યું છે કે, ગાડી રોકવાથી બદલી થાય તો અમે પણ રોકીએનું લખાણ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સ્વામીએ તેમની કારને રોકતા ધારાસભ્ય કે મંત્રીને ફોન કરીને PI જે. એ. રાઠવાની બદલી થતા અમે તમારી સાથે છીએ તેવો સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયામાં એક પત્રનો એક ફોટો વાઇરલ કરવામાં આવ્યો છે, જેમાં ડી.વી. સ્વામીને બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા અંગે લખ્યું છે અને પૂછ્યું છે કે હવે ક્યાંથી ગાડી લઈને નીકળવાના છો એ કહેજો.

બીજી બાજુ આ કેસમાં તેમના સપોર્ટમાં ગુજરાતના પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં PI રાઠવાનો ફોટો મૂકી I SUPPORT PI RATHWA SIR લખી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે. આજે હજારો પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં ફોટો મુક્યા છે.

સ્વામીને લેટરમાં ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે, હું LR….પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું મારું ઘર નોકરીના સ્થળથી ઘણું દૂર પડતું હોવાથી આવવા-જવામાં તકલીફ નોકરીમાં સમયસર ન પહોંચતાં અમારી બદલી ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી આપવા આપ સ્વામી સાહેબને નમ્ર વિનંતી. આપ સ્વામીની ગાડી રોકતા આપ તાત્કાલિક બદલી કરાવી આપો છો તો આપ હવે ક્યાંથી પસાર થવાના હોય તે અમોને જણાવશો તો આપની ગાડી રોકીએ અને અમારી બદલી થઈ શકે.

જાણો શું હતી સમગ્ર ઘટના

અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કરફ્યૂ દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવી દીધી હતી. આ ઘટનામાં મોડીરાત્રે સ્વામી અને તેમના છ ચેલાઓ સાથે બિન્ધાસ્ત ફરતી આ કાર કલોલ સ્વામિનારાયણના એક સ્વામીની હતી અને તેમની કાર સહિત તમામને પોલીસ સ્ટેશને લઈ જવાતાં તેમણે એ હદે દાદાગીરી ચલાવી હતી કે, પહેલા એક ધારાસભ્ય, પછી મંત્રી અને છેવટે ઉપરી અધિકારીના વાડજ પીઆઈને ફોન આવ્યા અને બધાને જવા દેવા પડયાં, એટલું જ નહીં રાતોરાત વાડજના પીઆઈ રાઠવાને સ્પેશિયલ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા.

બહાનું એવું કાઢયું કે, તેમણે માર માર્યા હતા અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરેલું. લોકડાઉન દરમિયાન રાત્રી સમયે કરફ્યૂ જાહેર કરાયેલો છે તેવા સમયે વાડજ સર્કલ પાસે એક ફોર્ચ્યૂનર કાર પોલીસે રોકી હતી. કારમાં બેઠેલાએ એવો દાવો કર્યો કે આ ગાડી કલોલના સ્વામિનારાયણ મંદિરના ડી વી સ્વામીની છે અને તેમની ફાઈલ બતાવવા ઉસ્માનપુરાની એક હોસ્પિટલમાં ગયા હતા.

ફાઈલ બતાવવા કહ્યું તો કોઈ ફાઈલ મળી નહોતી. પીઆઈ રાઠવા પર સ્વામીનો ફોન આવ્યો અને કાર સહિત બધાને જવા દેવા કહ્યું. પીઆઈ માન્યા નહીં તો એક ધારાસભ્ય અને બાદમાં એક મંત્રીનો ય ફોન આવ્યો તથા રાઠવાને ગાડી છોડવા ભલામણ કરી. છતાં જ્યારે પીઆઈએ બધાને બેસાડી જ રાખ્યા તો આખરે પીઆઈના જ ઉપરી અધિકારીની સૂચના આપતાં જવા દેવાયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો