અમદાવાદમાં કરણી સેનાનો ચીની વસ્તુઓને લઈ વિરોધ, શહેરનાં સૌથી મોટાં મોબાઈલ બજારને કરાવ્યું બંધ
લદાખમાં ભારતીય સૈનિકોની શહાદત બાદ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તે બાદ હવે દેશભરમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારની અગનજ્વાળા ઉઠી છે. તેવામાં અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને અમદાવાદમાં મોબાઈલનું સૌથી મોટું માર્કેટ ગણાતું મૂર્તિમંત કોમ્પેલક્સમાં દુકાનો બંધ કરાવી હતી. પણ કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા તો ઉડ્યા જ હતા. પણ પોલીસ પણ મૂકપ્રેક્ષક બની રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલું મૂર્તિમંત કોમ્પલેક્સ મોબાઈલનાં વેચાણ તેમજ રિપેરીંગ માટે જાણીતું છે. અહીં મોટાભાગે ચીની મોબાઈલ અને ચીનનાં પાર્ટ્સનો ઉપયોગ થતાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકોર મૂર્તિમંત કોમ્પલેક્સ આગળ એકઠાં થઈ આખું કોમ્પલેક્સ બંધ કરાવ્યું હતું. જેને કારણે વેપારીઓ પણ તાત્કાલિક દુકાનો બંધ કરીને જતાં રહ્યા હતા.
અમદાવાદનું મૂર્તિમંત કોમ્પલેક્સ ચાઈના માર્કેટ તરીકે પણ ઓળખાઈ છે. અમદાવાદમાં કોરોનાની મહામારી બેકાબૂ છે. તેવામાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠાં થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. કેટલાંકે તો મોઢા પર માસ્ક પણ પહેર્યું ન હતું. તો આ સમયે ત્યાં હાજર પોલીસ પણ તમાશો જોયા વગર કાંઈ કરી શકી ન હતી. જો હવે કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ અહીં હોય તો અનેક લોકો ચેપનો શિકાર બની શકે છે. અને લોકડાઉન બાદ હાલ દુકાનો શરૂ કરી હતી ત્યાં જ ફરીથી દુકાનો બંધ કરવામાં આવતાં વેપારીઓ પર પડદાં પર પાટું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

