અમદાવાદ જિલ્લાના કણભા ગામમાં સાવકી માએ જ કરી નાખી દીકરાની હત્યા, હાથપગ બાંધી મૃતદેહ કોથળામાં ભરીને ફેંકી દીધો!

રૂપિયાની (Money) લાલચ માં વ્યક્તિ કોઈ પણ હદ વટાવી દે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. રૂપિયા ની લેતી દેતી માં સબંધો ના ખૂન કરતા પણ લોકો સહેજ પણ અચકાતા નથી. આવો જ એક બનાવ અમદાવાદ જિલ્લાના કણભામાં (Kanbha ahmedabad) જોવા મળી છે. રૂપિયાની લેતીદેતીમાં (Money Matter) પુત્ર એ સાવકી માતાને ઠપકો આપતા એક સાવકી માતાએ (Step Mother Killed Son) તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને લાશને (Dead Body) અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવકી માટે પુત્રના નામે સંબધીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા જેની જાણ પુત્રને થતા તેમને આવુ નહી કરવા માટે થપકો આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસ ને કરવામાં આવી હતી. જો કે પોલીસ એ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરમાં આવી હતી. જેથી પોલીસ એ તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળી ને હાર્દિકની હત્યા કરી દીધી છે. અને મૃતદેહ નો નિકાલ કરી નાખ્યો હતો.

જેમા ગઇકાલે નજીક ના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી.

ત્રણ શખ્સો કણભા આવ્યા હતા જ્યા તેમને હાર્કિદને બપોરે ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા

બે પુત્રને સાચવવા માટે પિતાએ બીજા લગ્ન કર્યા હતા. રજનીભાઇ પટેલની પહેલી પત્નિનું કુદરતી મોત થયુ હતું જેમાં તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા પરંતુ થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા.

જનીભાઇ પટેલની પહેલી પત્નિનું કુદરતી મોત થયુ હતું જેમાં તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા.

સંબધીઓ પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા હાર્દિક પટેલ અને તેમનુ પરિવાર સુખી હોવાના કારણે ગૌરીબેને સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાયા હતા. હાર્કિદને આ વાતની જાણ થતા તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું.

હાર્દિકનું પત્તુ કટ કરવા માટે નાસીક ફોન કર્યો રૂપિયા માટે થયેલી બબાલમાં ગૌરીબેનએ હાર્દિક હત્યાનો પ્લાન બનાવ્યો અને નાસીકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

નાસીકથી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા જ્યા તેમને હાર્કિદને બપોરે ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા.

અંધારાની રાહ જોઇને બેઠેલા હત્યારાઓ અવાવારૂ જગ્યાએ લાશ ફેંકી દીધી.
ઘોળા દિવસે હાર્દિકની હત્યા કરીને તેની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા અને જેવુ અંધારૂ થયુ તેવી તરતજ લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. એક ઓળખીતા રિક્ષા ચાલક ને બોલાવ્યો હતો અને રિક્ષા માં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યા એ લઈ જઈ ને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલ માં પોલીસ એ મહિલા ની ધરપકડ કરી ને અન્ય આરોપી ઓને પકડવા માટે ના પ્રયત્નો શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો