અમદાવાદની શરમજનક ઘટના! કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરનારા બંને આરોપી ઝડપાયા

કોરોનાના (coronavirus) કહેર વચ્ચે માણસ જ નહીં પણ માનવતા પણ મારી રહી હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં (civil hospital) મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આખરે શાહીબાગ પોલીસને (shahibag police) આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શાહીબાગ પોલીસએ આ ગુનામાં બે આરોપી ઓને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે બંને આરોપીઓ કોરોનાગ્રસત વ્યક્તિઓના મૃતદેહને સેનિટાઈઝર કરવાનું કામ કરી રહ્યા હતા. અને સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. પોલીસે અમિત શર્મા અને રાજેશ પટેલ નામના બે આરોપીઓને ઝડપીને તેમના કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરી છે.

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુના દાખલ થયા હતા. જેમાં બે ફરિયાદ તો એક જ દિવસમાં દાખલ થઈ હતી. એક ફરિયાદમાં મૃતક પુરુષની સોનાની વીંટી, ચેન, સહિતના દાગીના અને આશરે દશ હજાર રૂપિયા રોકડા તો બીજી ફરિયાદમાં મૃતક મહિલાનું સોનાનું બુટ્ટી અને વીંટીની ચોરી થઈ હતી.

એશિયાની સૌથી મોટી ગણાતી એવી સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારીમાં અનેક વિવાદમાં સપડાઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ તેમના દાગીના ચોરી થયાની ઘટના તેમજ કોરોના દર્દીઓના રહસ્ય ગુમ થવાની સંખ્યાબધ ફરિયાદો કારણે સિવિલની છબી ખરડાઇ રહી છે.

એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં પુષ્કળ પ્રમાણમાં દર્દીઓનાં સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો પણ થતાં પોલીસ દોડતી થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો