‘રામ રાખે તેને કોણ ચાખે’ અમદાવાદમાં 4 મહિનાનાં બાળકે માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવ્યો

અમદાવાદ શહેરના નરોડા રોડની વિજય મિલની આસપાસના શ્રમજીવી વિસ્તારમાં આવેલી અંબાપુરાંની ચાલીમાં ૪ મહિનાના મહાવીર નામના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત તા.૧૮મી એપ્રિલના રોજ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સાત દિવસની સારવારમાં બાળકે કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયો હતો. એસવીપીમાંથી બાળકને ૨૪મી એપ્રિલના રોજ રજા આપી દેવાઈ હતી. આમ, માત્ર ચાર મહિનાના બાળકે કોરોનાને ૭ દિવસમાં હરાવી દીધો હતો. હવે બાળક પોતાના પરિવાર સાથે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આશ્ચર્યની વાત એ હતી કે, મહાવીર નામના બાળકના માતાપિતા ચાલીમાં સામાન્ય મકાનમાં રહે છે. તેઓ લોકડાઉન થયા પછી ઘરથી બહાર પણ ગયા ન હતા છતાં બાળકને ચેપ લાગ્યો હતો.

બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મ્યુનિ. તંત્રએ બાળકના માતા પિતાના સેમ્પલ લઈ તપાસ્યાં હતા પણ આ બાળકના પરિવારમાં કોઈનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. આ બાળકને ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવા મ્યુનિ. કામે લાગી હતી પણ કોન્ટેકટ ટ્રેસીંગમાં પણ કોઈ સસ્પેકટેડ કેસ મળ્યો ન હતો. મ્યુનિ.નું એવું માનવું હતું કે, બાળકને પોઝિટિવ આવ્યું છે પણ તેના પરિવારમાં કોઈ સભ્યને આગામી ૭ દિવસમાં પોઝિટિવ કેસ આવી શકે છે પણ આવું થયું નથી.

તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મ્યુનિ.નું એવું અનુમાન હતું કે, ૪ મહિનાના બાળકને આસપાસથી ચેપ લાગ્યો હોઈ શકે છે. જેથી આસપાસના વિસ્તારમાં સ્ક્રીનિગ કરી સેમ્પલ લેવાયા હતા પણ એવું કોઈ સસ્પેકટેડ મળ્યું ન હતું. જોકે, ચાર મહિનાના બાળકે માત્ર ૭ દિવસમાં કોરોનાને હરાવી દીધો તે પણ સુખદ વાત છે. ઉપરાંત બુધવારે સમગ્ર ગુજરાતમાં કુલ ૯૩ દર્દીઓને રજા અપાઈ હતી.

એસવીપી હોસ્પિટલમાં ૪ મહિનાના બાળક જોડે તેની માતા પણ રહી હતી

નાની ઉંમરે બાળકોને કોરોનાને ચેપ લાગે તો સંપૂર્ણ સુરક્ષા સાથે માતાને જોડે રાખવાની મંજૂરી મળે છે. આ ચાર મહિનાના બાળક સાથે તેની માતા પણ ૭ દિવસ રહી હતી. સાત દિવસની સારવાર બાદ માતા અને બાળક બંનેના રીપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો