અમદાવાદમાં 24 વર્ષીય પરિણીતા સાથે ગેંગરેપ બાદ હત્યાની ઘટના આવી સામે, ઘેનની ગોળીઓ ખવડાવીને 3 શખ્શોએ બાંધ્યા શારીરિક સંબંધ

કોરોના મહામારી વચ્ચે એક માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં કોરોના સમયમાં ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ UP, બિહારવાળી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં એક પરિણીતા સાથે ગેંગરેપ બાદ કરપીણ હત્યા કરી નાંખી હોવાના સમાચાર મળી રહ્યા છે. 3 આરોપીઓએ પરિણીતાને ગોંધી રાખીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ પરિણીતાની હત્યા કરી નાંખવામાં આવી છે.

અમદાવાદની 24 વર્ષીય પરિણીતાનું દાણીલીમડામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ખોડિયારનગર, બહેરામપુરામાં ગોંધી રાખવામાં આવી હતી. આ ઘટનામાં હાલ પોલીસ ચોપડે રાજુ સોલંકી, ઈમરાન અને શકીલ નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હાલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં એક 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. શહેરના ત્રણ નરાધમોએ પોતાની હવસ સંતોષવા માટે પરિણીતાને દાણી લીમડા એરિયામાંથી અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેને ખોડીયારનગર અને બહેરામપુરા વિસ્તારમાં ગોંધી રખાઈ છે. ત્રણેય આરોપીઓએ 1 દિવસ પરિણીતાને ગોંધી રાખીને વારાફરથી સતત બળાત્કાર કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે 24 વર્ષીય પરિણીતાને ત્રણેય આરોપીઓએ ઘેનની 15 જેટલી ગોળીઓ અલગ અલગ સમયે ખવડાવી હતી. ત્યારબાદ પરિણીતા બેભાન અવસ્થામાં હતી ત્યારે ત્રણેય આરોપીઓએ તેના પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના કારનામાની કોઈને ખબર ન પડે તેના માટે પરિણીતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દાણીલીમડા પોલીસે ગેંગરેપ અને હત્યાનો ગુનો ત્રણ શખ્શો વિરુદ્ધ દાખલ કર્યો છે. આ ઘટનામાં રાજુ સોલંકી, ઇમરાન અને શકીલ નામના શખ્શોનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે અને તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હાલ ત્રણેય આરોપીઓની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો