અમદાવાદમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો: ‘તારી પત્ની સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં.’

અમદાવાદ શહેરના (Ahmedabad) સોલા વિસ્તારમાં પતિ પત્ની ઔર વોનો (Pati patni aur woh) કિસ્સો સામે આવ્યો છે. તારી પત્ની (wife) સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં. તેવી ધમકી આપીને પત્નીના પ્રેમીએ પતિને (husband) જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

શહેરના ચાણકય પૂરી વિસ્તારમાં રહેતા એક યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, બારેક વર્ષ પહેલાં સમાજના રીતરિવાજ પ્રમાણે તેના લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ તેઓ વિદેશ રહેવા માટે ગયા હતા. જ્યારે છ મહિના પહેલા તેની પત્ની બે બાળકો સાથે અહીં રહેવા માટે આવી છે. જ્યારે ફરિયાદી વીસેક દિવસથી અહીં રહેવા માટે આવ્યા છે. 10મી એપ્રીલે ફરિયાદીની પત્ની ઘરથી ક્લાસ પર જવા માટે નીકળી હતી. જોકે, તે ક્લાસ પર જવા ને બદલે તેના પ્રેમી સાથે ગઈ હોવાની જાણ ફરિયાદીને થઈ હતી.

પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધની જાણ પતિને થઈ હતી. તેથી તે 12મી એપ્રિલે રિસાઈને તેના પિયર ચાલી ગઈ હતી. જ્યારે પત્નીના પ્રેમીએ ફોન કરી ફરિયાદીને આર.સી ટેકનિકલ ગાર્ડન પાસે બોલાવ્યો હતો.

જ્યાં તેણે ફરિયાદીને ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં. જાનથી મારી નાંખીશ. જે અંગેની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો