અમદાવાદના બારેજામાં બન્યો કરૂણ બનાવ: ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના સાત લોકોના મોત, ત્રણ સારવાર હેઠળ

અમદાવાદ શહેરના બારેજા ગામમાં (Bareja village) કરૂણ બનાવ બનવા પામ્યો છે. ગેસ સિલિન્ડર લીકેજ (Gas cylinder leakage) થતાં થયેલ બ્લાસ્ટમાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત (7 people death) થયા છે. મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના દસ સભ્યો એક રૂમમાં રહેતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બારેજા ગામમાં મંગળવારની રાત એક પરિવાર માટે આફત બનીને આવી હોય તેવો બનાવ સામે આવ્યો છે. ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા. જોકે દરમિયાન પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો.

જેમાં તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટના માં ઇજા પામેલ ૨ સભ્યો ના ગઇકાલે અને આજે ૫ સભ્યો એમ કુલ ૭ લોકો ના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે હાલ માં ત્રણ લોકો સારવાર હેઠળ છે.

મૃતકના નામ 1. રામપ્યારી બાઈ અહિરવાર ( ઉં. વ. 56) 2. રાજુભાઈ અહિરવાર ( ઉં. વ. 31) 3. સોનુ અહિરવાર ( ઉં. વ. 21) 4. વૈશાલી બેન અહિરવાર ( ઉં. વ. 7) 5. નિતેશ ભાઈ અહિરવાર ( ઉં. વ. 6) 6. પાયલ બેન અહિરવાર ( ઉં. વ. 4) 7. આકાશ ભાઈ અહિરવાર  ( ઉં. વ. 2)

જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. જેમની હાલ સિવિલ હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે. આ તમામ લોકો મધ્ય પ્રદેશ ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો