‘મોટા ખર્ચ વિના ફાયરનું NOC જોઈએ છે? મારા દીકરાને મળી લો, થઇ જશે’, અ’વાદ ફાયર ઓફિસર સામે ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ શહેરના ઈન્ડસ્ટ્રીયલ એરિયાની ફેક્ટરીઝ હોય કે મબલખ મૂડીરોકાણ સાથે શહેરના જુદા જુુદા વિસ્તારમાં ઊભી થઈ રહેલી બહુમાળી ઈમારતોના માલિકોએ ફાયર સેફ્ટીના તમામ કાયદાનું પાલન કરી જરૂરી તમામ ફાયર સેફ્ટીના ઈક્વિમેન્ટ સાથેનો મોટો ખર્ચ કર્યા વિના જ ફાયરનું NOC લેવું હોય તો શહેરના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે પોતાના પુત્ર-રત્ન સાથે વર્ષોથી એક ગેરકાયદે વ્યવસ્થા ઊભી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ, જે ફેક્ટરી માલિક કે બહુમાળીના બિલ્ડરે સસ્તામાં એનઓસીની પચારિકતા પૂરી કરવી હોય તેને દસ્તૂર પોતાના પુત્રને મળવા કહે છે અને ખાત્રી આપે છે કે, એને મળી લેશે તો એનઓસી મળી જશે. અગ્નિશમનની કામગીરી સાથે સંકળાયેલા એમ એફ દસ્તૂર અને તેમના પુત્રના આ ભ્રષ્ટાચાર અને દબદબાના કારણે શહેરના અનેક નિર્દોષો આગમાં હોમાતા હોવાની ચિંતા પણ ઘણા વ્યક્ત કરી રહ્યા છે.

દસ્તૂરની ભ્રષ્ટાચારની જે મોડસ ઓપરેન્ડી જાણવા મળી તે પણ આંચકાજનક છે. નારોલ, વટવા સહિતના અન્ય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ફેકટરીના સંચાલકોને ફાયરનુ NOC મેળવવુ હોય તો સામાન્ય સંજોગોમાં તેમણે નજીકમાં આવેલ ફાયર સ્ટેશનના અધિકારીનો સંપર્ક કરવાનો હોય છે. પરંતુ ફાયર ચીફ ઓફિસર એમ.એફ.દસ્તૂર દ્વારા મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોનો સંપર્ક કરીને સરળતાથી NOC મળી રહેે તે માટે ચાંદખેડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા તેમના પુત્ર કે.એમ. દસ્તૂરને મળી લેવાનું કહેવાય છે. પુત્ર-રત્નને મળ્યા બાદ ફેકટરીના સંચાલકોને એક ચોક્કસ કંપની પાસેથી જ ફાયર સેફટીના સાધનો ખરીદવા ફરજ પાડવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ આમાં ગંજાવર કમિશનની કમાણી બારોબાર પિતા-પુત્રના ખિસ્સામાં જાય છે.

શહેરના જે ફેક્ટરી માલિકો કે બિલ્ડર્સ પોતાની રીતે ફાયર સેફટીના સાધનો ખરીદી કરે તો તેઓને NOC મેળવવુ નાકે દમ આવી જાય છે. ચિરિપાલ ગૃપ સહિત મોટી મોટી ઇન્ડસ્ટ્રીયઝમાં પિતા-પુત્રે કહેલ તે જગ્યાથી ફાયર સેફટીના સાધનો ખરીદેલા છે. આ ઉપરાંત અહીં જ્યારે પણ નાની હોય કે મોટી આગ લાગે તો ખુદ ફાયર ચીફ ઓફિસર પહોંચી જાય છે અને આગ લાગ્યાનુ કારણ માત્ર શોર્ટ સર્કીટ પૂરતુ ચોપડે નોંધાઈ જાય છે. જો કે, પિતા-પુત્રએ ફાયર સેફટીના સાધનો જે કંપનીમાં લગાવેલા હોય અને ત્યાં આગ લાગે તો તે કંપનીને કોઇ નોટીસ પણ આપતી ન હોવાની માહિતી અધિકૃત સૂત્રો પાસેથી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો