અમદાવાદમાંથી સામે આવ્યો સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો, સાથળ પર સ્યુસાઈડ નોટ લખી ડોક્ટરની પત્નીનો આપઘાત, લખ્યું- મારા મરવાનું કારણ હિતેન્દ્ર, સેક્સ માટે…

અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયામાંથી ડોક્ટરની પત્નીનો આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. ડોક્ટરની પત્નીએ આપઘાત (Doc Wife Suicide) કરતાં પહેલાં પોતાના પગની સાથળ પર સ્યૂસાઈડ નોટ લખી હતી. અને મરવાનું કારણ પોતાના પતિને જણાવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ડોક્ટર હિતેન્દ્રની પત્ની હર્ષાએ પોતાની પગના સાથળ પર લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રે તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ઓઢવમાં રહેતાં નાનજીભાઈ પટેલ (63)ની દીકરી હર્ષા (42)ના લગ્ન ગત ઓગસ્ટમાં ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે થયા હતા. પોલીસ ફરિયાદમાં નાનજીભાઈએ જણાવ્યું છે કે, લગ્ન બાદથી જ હર્ષાને તેનાં સાસુ સસરા દહેજ માટે હેરાન કરતાં હતા.

નાનજીભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, હર્ષાના સાસુ સસરા કહેતાં કે અમે અમારી દીકરીને લગ્નમાં 25 તોલાં સોનું આપ્યું છે અને તું 5 તોલા જ સોનું લઈને આવી છે. લગ્નના 3 મહિના બાદ જ હિતેન્દ્રએ હર્ષાના ભાઈને ફોન કરી કહ્યું હતું કે મારા માતાપિતાને હર્ષા સાથે બનતું નથી હવે તેને પાછી ન મોકલતા. જે બાદ હર્ષાના માતા પિતાએ સમાધાન કરાવી મામલો શાંત પાડ્યો હતો.

પણ હર્ષા જેવી સાસરીમાં જતી કે હિતેન્દ્રના સાસુ સસરા તેને હેરાન કરતાં હતા. આ મામલે જ્યારે હર્ષાએ હિતેન્દ્રની હોસ્પિટલમાં જઈને આ મામલે ફરિયાદ કરી તો હિતેન્દ્રએ હોસ્પિટલમાં તેની સાથે મારઝૂડ કરીને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી. અને તે બાદથી જ હર્ષા માનસિક ડિપ્રેશનમાં આવી ગઈ હતી. થોડા દિવસ પહેલાં જ હિતેન્દ્ર અને હર્ષાએ ધાબા પર હિતેન્દ્રનો બર્થ ડે ઉજવ્યો હતો. ત્યારે પણ સાસુ સસરા નારાજ થયા હતા. અને અંતે કંટાળીને હર્ષાએ પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. સભ્ય સમાજમાં આ રીતનો કિસ્સો સામે આવે તે ખુબ જ દુઃખની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો