અમદાવાદમાં બે ડૉક્ટરે ના પાડી પણ ત્રીજા ડૉક્ટરે દેખાડી માનવતા, ગરીબ પરિવારની મુશ્કેલી જોઈને રાત્રે ફ્રીમાં ડિલિવરી કરી

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના તમામ ધંધા રોજગારો બંધ છે. લોકડાઉનમાં ઇમર્જન્સી હોસ્પિટલોમાં શરૂ રાખવામાં આવી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ડૉક્ટરની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગર્ભાને અચાનક રાત્રે પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનોએ બે ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ ડૉક્ટરોએ અલગ-અલગ બહાના કાઢીને સગર્ભાની પ્રસૂતિ કરવાનું કહ્યું હતું પરંતુ ત્યારબાદ એક ડૉક્ટરે શ્રમજીવી પરિવારની મુશ્કેલી જોઈને સગર્ભાની હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. ડૉક્ટરે માનવતા દાખવીને શ્રમજીવી પરિવારની પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ વસૂલ ન હતો અને અન્ય ડૉક્ટરોને બોલાવીને નવજાત બાળકીને પણ મોતના મુખમાંથી બહાર કાઢી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના કઠવાડા નજીક રહેતા મહેશ ઠાકોરની પત્નીને શુક્રવારે રાતના બાર વાગ્યે પ્રસૂતિની પીડા ઊપડી હતી તેથી તે પત્નીને લઈને નરોડા વિસ્તારની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો પરંતુ હોસ્પિટલ બંધ હોવાના કારણે તેને તેના સંબંધી પાસેથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા બે ખાનગી ગાયનેક ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને પત્નીની પીડા વિશે જણાવ્યું હતું પરંતુ આ બંને ડૉક્ટરોએ બહાના બતાવીને મહેશ ઠાકોરની પત્નીની સારવાર કરી નહોતી. ત્યારબાદ મહેશને તેના કોઈ મિત્ર પાસેથી મોહિલ પટેલ નામના ગાયનેક ડૉક્ટરનો નંબર મળ્યો હતો. મહેશે ડૉક્ટર મોહિલને ફોન કરીને સમગ્ર ઘટનાની વાત કરી હતી ત્યારે ડૉક્ટરે માનવતા દાખવીને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં બોલાવી લીધા હતા. પ્રસૂતા હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે સોનોગ્રાફી કરીને પરીક્ષણ કર્યું ત્યારે બાળકને પેટમાં જાડો કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી તાત્કાલિક ડૉકટરે પ્રસૂતિ કરાવી હતી.

બાળકીનો જન્મ થયા બાદ જાણવા મળ્યું હતું કે, માતાના પેટમાં રહેલી ગંદકી બાળકીના મોઢા અને નાકના મારફતે તેના શરીરમાં ચાલી ગઈ છે, તેથી બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટર મોહિલે તાત્કાલિક એનેથેસ્ટિસ ડૉક્ટર નીરવ પટેલ અને પીડિયાટ્રીશન ડોક્ટર ભૌતિકને હોસ્પિટલ પર બોલાવ્યા હતા અને ત્યારબાદ બંને ડોક્ટરોએ બાળકના શરીરમાં પ્રવેશી ગયેલી ખરાબી દૂર કરવા બાળકીની સારવાર શરૂ કરી હતી બાળકીની સારવાર પછી બાળકીને બે કલાક સુધી ICUમાં રાખવામાં આવી હતી. બે કલાકની હડતાળ બાદ બાળકી સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ બાબતે મહેશે જણાવ્યું હતું કે, મારા આખા પરિવારનો જીવ હથેળીમાં આવી ગયો હતો. એક તરફ પત્નીને પ્રસૂતિનો દુ:ખાવો થઈ રહ્યો હતો અને બીજી તરફ લોકડાઉનમાં હોસ્પિટલો બંધ હતી ત્યારે ડૉક્ટર મોહિલે મારો ફોન રિસીવ કર્યો અને તેમણે તેમને હોસ્પિટલમાં આવવાનું કહ્યું હતું. હોસ્પિટલમાં દીકરીનો જન્મ થતાં તે સિરિયસ હતી પરંતુ ડૉક્ટર મોહિલે અન્ય ડૉક્ટરોને બોલાવી મારી દીકરીની સારવાર કરીને પત્ની અને દીકરી બંનેને જીવનદાન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો