જીવનમરણ વચ્ચે ઝોલાખાતા બાળકની સારવાર માટે રૂપિયા ન હતા ત્યારે અમદાવાદના ડોક્ટરે દાખવી માનવતા

ઉમરેઠ તાલુકા શીલી તાબે દુધાપુરાની સર્ગભા યુવતીએ 20 દિવસ અગાઉ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મતાની સાથે શિશુ હદયની બિમારી ધરાવતી હતું. તેની જીવન લીલા સંકેલાય તેમ હતી. જેથી તાત્કાલિક હદયનું ઓપરેશન કરાવું પડે તેમ હતું. પરંતુ બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી હતી. તેઓ ઓપેરશનના અઢીથી ત્રણ લાખ રૂપિયા ખર્ચી શકે તેમ ન હતા.

આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી અને ઉમરેઠ તાલુકાની હેલ્થ ટીમના ડોકટરોએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યકમની અટલ સ્નેહ યોજના અંતર્ગત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં બાળકનું ઓપરેશન કરાવીને નવજીવન બક્ષ્યું છે. તે બદલ બાળકના પરિવારે સરકાર તંત્ર તથા ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો.

ઓપરેશનનો ખર્ચ 2.50થી 3 લાખ સુધીનો ખર્ચ થાય તેમ હતો

‌ઉમરેઠ તાલુકાના નરેન્દ્રસિંહ અરવિંદસિંહ ચૌહણાની પત્ની ઇલાબેન સર્ગભા હતા. તેઓને પ્રસૃતિની પીડા ઉપડતા સારવાર માટે શ્રી કૃષ્ણ હોસ્પિટ કરમસદમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયાં તેઓએ ફૂલ જેવા કોમળ બાળકનો જન્મ 4થી ઓકટોબરના રોજ આપ્યો હતો. પરંતુ જન્મતાની સાથે બાળક હદયરોગની બિમારી લઇ આવ્યું હતું. હદયમાં શુધ્ધ લોહીપુરૂ પાડતા કોષમાં છીંદ્ર હતું. જેથી બાળકના જીવનને ખતરો હતો. બાળકને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી. જે ઓપરેશનનો ખર્ચ 2.50 થી 3 લાખ સુધીનો ખર્ચ થાય તેમ હતો.જે પરિવારને પરવડે તેમ ન હતો. જેની જાણ આણંદ આર.બી.એસ.કે. ડો.શ્વેતા લાખાણીએ બાળકની તપાસ્યું હતું. ત્યારબાદ વાલીને ઓપરેશન વિના મૂલ્યે થશે તેવું સમજાવ્યું હતું. તે બાળકને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રીફર કરવું પડે તેમ હતું. તે માટે ડોકટર સહિતની અધતન સાધન સાથેની એમ્બ્યુલન્સ વાન જરૂર હતી. તે માટે 18 હજાર રૂપિયા ખર્ચ થાય તે હતો.

14મી ઓકટોબરના રોજ સફળતાપૂર્વક ઓપરેશન થયું

વાલી પાસે એમ્બ્યુલન્સના પણ પૈસા ન હોવાથી ડો. શ્વેતા લાખાણી અને ઉમરેઠ તાલુકાના આર.બી.એસ.કે ડો.પ્રીતેશ લીમ્બાચીયાએ આણંદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ડો.એમ.ટી.છારી વાત કરી હતી.તેઓ તાત્કાલિક 108જિલ્લા બહાર મોકલી શકાય નહીં તેમ છતાં 108માં ડોકટરો સાથે બાળકને અમદાવાદમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી. બાળકને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યુ. ત્યાર બાદ બાળક નું 14મી ઓકટોબરના રોજ સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્યું. હાલમાં બાળક ની સ્થિતિ સારી છે અને સમયાંતરે આર.બી.એસ.કે ડો.પ્રીતેશ લીમ્બાચીયા ધ્વરા તપાસ કરવામા આવે છે. બાળકના વાલી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યકમ (આર.બી.એસ.કે ) નો ગુજરાત સરકાર ,CDHO ડો એમ.ટી છારી, આણંદ તાલુકા હેલ્થ ઓફિસર ભાવિન પટેલ ઉમરેઠ તાલુકા હેલ્થ ઓફિસર ડો અંબાલાલ પટેલ , આર.બી.એસ.કે ડો.પ્રીતેશ લીમ્બાચીયા અને ડો.શ્વેતા લાખાણીનો હૃદય પૂર્વક અભાર માને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો