અમદાવાદના ડોક્ટરે ચીનની પ્રોડક્ટને કરી બોયકોટ, ચીનના 9.50 લાખના મશીનનો ઓર્ડર રદ કરી કોરિયાથી 10.50 લાખનું સોનોગ્રાફી મશીન ખરીદ્યું
ચીને આપણા દેશની સરહદ પર 20 ભારતીય જવાનોને શહીદ કર્યા બાદ ભારતીયોના મનમાં ચાઇના પ્રત્યે વિરોધ ઉદભવ્યો છે. તેવામાં હવે લોકો ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના ડોકટરે ચાઇનાની પ્રોડક્ટનો બોયકોટ કરવાની શરૂઆત કરી છે. સોનોગ્રાફી મશીનનો ચીનનો ઓર્ડર કેન્સલ કરીને સાઉથ કોરિયામાંથી અમદાવાદી ડોક્ટરે ખરીદયું છે. ચીનમાંથી 9.50 લાખની વસ્તુ સાઉથ કોરિયામાંથી 10.50 લાખમાં ખરીદી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મોંઘું પડવા છતાં અન્ય દેશથી ખરીદી કરી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વરદાન હોસ્પિટલ ધરાવતા ડોકટર નીરવ બાબરીયા ગાયનેકોલોજિસ્ટ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ચાઇના વચ્ચે વધેલા તણાવના કારણે હવે ચાઇના પ્રોડક્ટનો બોયકોટ કર્યો છે. મારી હોસ્પિટલમાં સોનોગ્રાફીનું મશીન ચાઇનાનું હતું અને તે બદલવાનું હતું, જે માટે અલગ અલગ દેશની કંપનીઓ સાથે વાત ચાલતી હતી. સરહદ પર ચાઇનાની હરકત બાદ મેં ચાઇનાની પ્રોડક્ટ બોયકોટ કરવાનું નક્કી કરી લીધું છે અને મેં ચાઇનાનું મશીન સસ્તું પડતું હોવા છતાં અન્ય દેશનું મશીન મોંઘુ છે છતાં પણ દેશ માટે મેં ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

