ધંધુકા-બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત, 4 મહિલાના કમકમાટીભર્યા મોત, ઇકો કારનો ભૂક્કો થઈ ગયો

રાજ્યમાં સોમવારે સવારે ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત (Road accident) બન્યો છે. આ અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કાર (Eeco car accident)ના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા 108ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. રોડ પર ઊભી રહેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત (Dhandhuka-Bagodara Eeco car truck accident)સર્જાયો હતો. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને જ કંપારી છૂટ જાય તેવા છે. વહેલી સવારે ચાર વાગ્યે આ અકસ્માત બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચાર મહિલાનાં મોત: મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા (Haripura Patia) પાસે આજે એટલે કે સોમવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી.

ટ્રક પાછળ ઇકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી અને તે રોડ પર ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

વહેલી સવારે બનેલા અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં 108ને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી. મૃતકો અમદાવાદના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ધંધુકા-બગોદરા રોડ પર જ ગત અઠવાડિયે એક બસ પલટી ગઈ હતી. જેમાં 35થી વધારે મુસાફરોને ઈજા પહોંચી હતી. ખાનગી કંપનીની બસ સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી ગઈ હતી.

અકસ્માતને ભેટેલી ઇકો કારનો રજીસ્ટ્રેશન નંબર GJ01KU 9738 છે. કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો છે. જ્યારે કાર જે ટ્રક પાછળ અથડાઈ હતી તેનો નંબર GJ17Y 9704 છે.

અકસ્માતમાં મૃતકોના નામ: 1) પાયલબેન જીગ્નેશભાઈ પટેલ (સૌદર્ય ટાવર, ઘાટલોડિયા) 2) શિલ્પાબેન દિનેશભાઇ પટેલ (શિલ્પગ્રામ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા) 3) ચેતનાબેન રાજેશભાઈ મોદી (યજ્ઞપુરુષનગર સોસાયટી, ઘાટલોડિયા) 4) ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર(નારાયણકુટીર, રાયસણ, ગાંધીનગર)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો