લ્યો હવે તો ઓક્સિજન બોટલની કાળા બજારી થવા લાગી, અમદાવાદમાં રૂ.15થી 30 હજારમાં વેચતા ત્રણ ઝડપાયા

કોરોના વાયરસમાં (coronavirus) સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી (black market) સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત (oxygen crisis) સર્જાતા પ્રાણવાયુની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે (crime branch) આવા જ 3 આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા આરોપીના નામ ઉવેશ મેમણ, તૌફીક અહેમદ શેખ અને મોહમદ અશરફ શેખ છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા.

પરંતુ તે ગોડાઉનના માલિક દ્વારા કોરોના સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા તેનું વેચાણ શરુ કરવાની સુચના આપી હતી. અને આશરે 250 જેટલા સિલિન્ડર આપ્યા હતા. આ આરોપી ઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે 39 સિલિન્ડર સાથે તમામની ધરપકડ કરી હતી.

ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનુ વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા છે. ઉપરાંત આ ગુનાના મુખ્ય આરોપી જૈદ જુનાની અને તેના પિતા અસલમ જુનાનીની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, મહામારીના સમયે પણ લોકો આફતને આવકમાં બદલી રહ્યાં છે.

સાથે સાથે કોરોના દર્દી માટે પ્રાણ રૂપી વાયુની કાળાબજારી ન થાય અને આવા લે ભાગુ લોકોને અટકાવી શકાય તે માટે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે acp ડીપી ચુડાસમા નું કેહવું છે કે આવા કોઈ પણ વ્યક્તિ ને છોડવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો