અમદાવાદમાં લોકડાઉનમાં પતિ-પત્નીએ આત્મહત્યા કરતા ખળભળાટ, મકાનમાંથી દુર્ગંધ આવતા મકાન માલિકે પોલીસને જાણ કરી તો અંદરથી મળ્યા મૃતદેહ
અમદાવાદ ના વંદેમાતરમ્ સિટી માં એક દંપતી એ આત્મ હત્યા કરી લીધી છે. વંદેમાતરમ્ સિટી માં આવેલ સયોના તિલક ૩ માં ડી બ્લોક માં આ દંપતી છેલ્લા કેટલાક સમય થી ભાડે રહેતા હતા. જો કે બે ત્રણ દિવસ થી મકાન નો દરવાજો ખોલતા ના હતા અને આજે બપોરે મકાન માંથી દુર્ગંધ મારતા આસપાસ ના સ્થાનિકો એ સમગ્ર ઘટના ની જાણ મકાન માલિક ને કરી હતી.
મકાન માલિક એ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને મકાન નો દરવાજો તોડી તપાસ કરતા બે અલગ અલગ રૂમ માં દંપતી નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કાલાસોના રોય એક ખાનગી કંપની માં મેનેજર તરીકે કામ કરતા હતા.
જો કે તેમણે કયા કારણોસર આત્મહત્યા કરેલ છે તે માટે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ઘર માંથી કોઈ વાંધા જનક વસ્તુ પણ મળી આવી નથી. હાલ માં પોલીસ એ બંને ના મૃતદેહ ને પોસ્ટ મોતમ માટે મોકલી આપી એફ એસ એલ ની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
પોલીસે આસપાસના સ્થાનિક રહેવાસીઓના નિવેદન નોંધવાની પણ કામગીરી શરૂ કરી છે. જોકે પોલીસને આશંકા છે કે કોઈ અંગત એ કારણોસર આ દંપતી એ આત્મહત્યા કરી હોઈ શકે છે.
જોકે તેમના પરિવારજનોને પણ પોલીસે સંપર્ક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. તેમની પૂછપરછ દરમિયાન પણ આત્મહત્યા કરવા પાછળનું કારણ બહાર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

