અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે: કોરોના પોઝિટિવ દર્દીને લેવા ન આવી એમ્બ્યુલન્સ, ચાલતા જ જવુ પડ્યું

અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્ર મસમોટા દાવા તો કરે છે કે અમે દર્દીઓને ઘણી સુવિધાઓ આપીએ છીએ. પરંતુ આ દાવાનો નકારતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ઠક્કરબાપા નગરમાં એક યુવાનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને તંત્રએ આપેલા નંબરો અને અર્બન હેલ્થ સેન્ટર પર ફોન કરીને આ અંગેની જાણ કરી. તો તેને ચાલતો બોલાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઠક્કરબાપાનગરમાં દર્દીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. દર્દીએ ફોનને તંત્રએ આપેલા નંબર પર ફોન કરીને જાણ કરી કે, મને કોરોના પોઝિટિવ છે, તો તંત્ર તરફથી જે વાહન દર્દીને લેવા માટે વાહનની વ્યવસ્થા હોય છે તે મોકલવામાં આવે. પરંતુ તેણે ફોન કર્યાનાં બે કલાક સુધી પણ એક એમ્બ્યુલન્સ આવી ન હતી.

જેથી દર્દી જાતે જ ચાલતો અર્બન હેલ્થ સેન્ટર સુધી જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને હવે સિવિલ હૉસ્પિટલમાં દાલ કરવામાં આવશે. ધોમધકતા તાપમાં દર્દીને ઉભા રહેવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા છે. મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય છે. 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં સૌથી વધુ 5 દર્દીઓના મૃત્યુ ગોમતીપુર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે દાણીલીમડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં 3 -3 દર્દીઓના મોત નીપજ્યાં છે. અમદાવાદ શહેરના રિકવરી રેટની વાત કરવામાં આવે તો 5મેના રોજ શહેરનો રિકવરી રેટ 15.85 ટકા હતો જ્યારે રાજ્યનો 22.11 ટકા અને દેશનો 28.62 ટકા હતો. પરંતુ છેલ્લા 15 દિવસમાં અમદાવાદ શહેરનો રિકવરી રેટ 9 ગણો વધીને 140 ટકા થઈ ગયો છે અને ગુજરાતનો રિકવરી રેટ 92 ટકા અને દેશનો રિકવરી રેટ 43 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો