અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર, સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો

અમદાવાદમાં કોઈપણ રીતે કોરોનાનાં કેસો ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી. અમદાવાદમાં હવે રોજ 200થી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 274 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત થયા છે. તો અમદાવાદના એસજી હાઈવે પર બજરંગ સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 3817 કેસ થયા છે. તો કોરોનાને કારણે 208 લોકોનાં મોત થયા છે. તો બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે અમદાવાદમાં કુલ 533 ડિસ્ચાર્જ લોકો ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 71 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ અમદાવાદમાં હવે પોઝિટિવ કેસોની સાથે ડિસ્ચાર્જનાં કેસોમાં પણ વધારો થતાં તંત્રએ થોડો હાશકારો અનુભવ્યો છે.

તો બીજી બાજુ એસ.જી હાઇવે પર રહેતાં લોકો માટે ચિંતાજનક સમાચાર છે. બજરંગ સુપર માર્કેટના 5 કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સિંધુભવન રોડ પર બજરંગ સુપર માર્કેટ આવેલું છે. સ્ટોરની અંદરના 3 કર્મચારી અને સ્ટોરની બહાર ઉભા રહેનારા 2 કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જે બાદ બજરંગ સુપર માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું છે. તો તમામ સ્ટાફનું પણ હવે ચેકઅપ કરવામાં આવશે.

તો બીજી બાજુ આજે અમદાવાદનાં મણિનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આમ ગુજરાતમાં 10 વોર્ડને રેડ ઝોન જાહેર કરાયા છે. અગાઉ અમદાવાદમાં 6 વોર્ડ જ રેડ ઝોન હતા. જેનો આંકડો વધીને હવે 10 પર પહોંચી ગયો છે. અને લોકડાઉન 3.0 આવ્યું છતાં પણ અમદાવાદમાં રેડ ઝોનનાં આંકડા વધી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય છે. કોરોનાનું સંક્રમણ અટકવાને બદલે અમદાવાદમાં વધી જ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો