અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં લાવવા કરાશે હવે આ છેલ્લો ઉપાય, શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઈને દવા-દૂધ સિવાયની બધી જ દુકાનો ૧૫મી મે સુધી બંધ રખાઈ છે. જો બીજી કોઈ દુકાનો ખૂલશે તો દુકાનદાર સામે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી થશે. સાથોસાથ અમદાવાદમાં વધુ અમુક રસ્તા બંધ કરાયા છે, તેથી જો કારણ વગર અવરજવર થશે તો પોલીસ ગુનો નોંધશે અને વાહન પણ જપ્ત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડીજીપીએ જણાવ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં સાંજના ૭થી સવારના ૭ સુધી ઘર બહાર નીકળવા ઉપર જે પ્રતિબંધ ફરમાવ્યો છે તેનું સખત પાલન કરવામાં આવશે, જેમાં જરૂર પડશે રસ્તા-બ્રિજ બંધ કરાશે અને પોલીસને પોઈન્ટ વધારવાની પણ સૂચના અપાઈ છે. ખાનગી તબીબોને તથા તેમના સ્ટાફ્ને નિયમિત અવરજવર કરવાની છૂટ અપાઈ છે.

ગાંધીનગર, ગોધરા, વાંકાનેરમાં પોલીસ ઉપર હુમલામાં ‘પાસા’

પોલીસ તથા સરકારી કર્મચારીઓ ઉપર હુમલાના બનાવમાં ‘પાસા’ની કડક કાર્યવાહી કરાય છે. આવા વધુ ૩ બનાવમાં પાસા લગાવાયા છે. પંચમહાલના ગોધરાના કન્ટેનમેન્ટ વિસ્તારમાં પોલીસ ઉપર હુમલો કરવાનો બનાવ તા. ૩૦-૪-૨૦ના રોજ બન્યો હતો. જેમાં ૩ આરોપીને પાસા લગાડાયા છે.

ગાંધીનગરમાં તા. ૨-૫-૨૦ના પોલીસ ઉપર હુમલાના બનેલા બનાવ સંદર્ભે ૨ વ્યક્તિને પાસા લગાડી સુરત જેલમાં પૂરાયા છે. જ્યારે મોરબીના વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૪-૫-૨૦ના રોજ પોલીસ ઉપર હુમલાના બનાવમાં આરોપીને પાસામાં પકડી જેલના હવાલે કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો