નવજાત બાળકના ફેફસાં-શ્વાસનળી વચ્ચેની ગાંઠને દૂર કરવા રેર સર્જરી કરી એક ક્ષણે બંધ પડેલા હૃદયને ફરી ધબકતું કર્યું
બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકની કિકીયારીઓ સમગ્ર ઘરના વાતાવરણને રમણીય બનાવી દે છે. પરંતુ ઘણા પરિવારોમાં જન્મેલ નવજાત શિશુ જન્મ સાથે અનેક સમસ્યઓથી ઘેરાઇ જાય છે. આવુ જ કંઇક મોરબીના શૈલેષભાઇ રાઠવા સાથે બન્યું છે. 5 મહિનાનું નવજાત રાજવીર હજુ તો પાપા-પગલી માંડતા પણ ન શીખ્યુ હતુ. ત્યારે વિધાતાએ ન જાણે તેના નસીબમાં શું લખ્યું હતુ. રાજવીરને એકા-એક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. ત્યારે સમગ્ર પરિવાર ચિંતાતુર બનતા મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. ત્યાં તો રાજવીરને ઓક્સિજન પર રાખવા પડ્યો હતો. 5 મહિનાના નાજૂક કુમળા ફુલ સમું બાળક ઓક્સિજન પર હોય ત્યારે માતા-પિતા માટે તો એક કરૂણાંતિકા જ કહી શકાય.
રાજવીરની હાલત સમય જતાં વધુ નાજુક થવા લાગી હતી, જેથી વધુ સઘન અને શ્રેષ્ઠ સારવાર માટે તેમને રાજકોટ લઇ જવામા આવ્યા હતા. પરંતુ રાજકોટમાં તબીબોને રાજવીરની સ્વાસ્થ્ય તકલીફોમાં હૃદય સંબંધિત તકલીફો પણ અતિગંભીર જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને રીફર કરાયો હતો. ચિંતામય રાઠવા પરિવાર પોતાના નવજાત બાળકને લઇ આંખોમાં આશાના તોરણો બાંધીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
5 મહિનાના નવજાત રાજવીરને તેમના માતા-પિતા અમદાવાદ સિવિલ મેડિસીટીમાં શ્વાસ લેવામાં પડતી તકલીફની ફરિયાદ સાથે લાવ્યા હતા. એકાએક શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હૃદયના ઘબકારા અપ્રમાણસર બન્યા હતા. મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તબીબી સારવાર ચાલી રહી હતી, તેવામાં હૃદયના ધબકારા બંધ પડી ગયા!!! જીંદગી અને મોત વચ્ચે રીતસર ઝઝૂમી રહેલો રાજવીર અંતે જીત્યો હતો. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા ભરી સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા Cardiopulmonary resuscitation (CPR) (કૃત્રિમ રીતે હ્યદય પર દબાણ ઉભુ કરી હ્યદયને પુન:ધબકતુ કરવુ) અને ઇન્જેકશન આપી રાજવીરના હ્યદયને પુન:ધબકતુ કરવામાં આવ્યું જે એક ચમકાત્કારથી ઓછુ ન હતુ!!
રાજકોટથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈને આવી રહ્યા હતા, ત્યારે રાજવીરના હ્યદયના ધબકારા નાજૂક બનતા યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ હતી. સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યુ કે, છાતીના ભાગમાં 6*5*4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી જે રાજવીરના ફેંફસા અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઉભુ કરી રહી હતી. જે કારણોસર જ રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી. જેણે તબીબોએ ભારે જહેમત બાદ કાઢી નંખાઈ હતી.
રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આક્સમિક જરૂરિયાત ઉભી થતાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે જે જન્મજાત જ હોય છે. પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે. જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે.
બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી, જે સાંભળી રાઠવા પરિવાર ગભરાયું પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને આશ બાંધી કે રાજવીરને કંઇ જ નહીં થાય, આ જંગ આપણે જીતીશુ. પછી તો શું જોવાનું હતુ. તબીબો અને માતા-પિતા અને ખાસ કરીને રાજવીર તૈયાર હતો જીંદગી અને મોતના આ તૂમૂલ જંગ લડવા અને જીતવા માટે..
આ પ્રકારની સર્જરીમાં નિષ્ણાંત તબીબોની હાજરી અનિવાર્ય હોઇ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનું બીંડુ ઉપાડીને નવજીવન બક્ષવા કટિબધ્ધ થયા. એનેસ્થેસિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.ભાવના રાવલના સહયોગથી સમગ્ર ટીમે અત્યંત જોખમી એવી બ્રોન્કો જેનિક સિસ્ટની સર્જરી હાથ ધરી. સર્જરી દરિમયાન 6*5*4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી હતી. આ ગાંઠ ફેફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી, જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી.
રાજવીરની સર્જરી કર્યા બાદ બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, સહ પ્રાધ્યાપક ડૉ. સૂચેતા મુનશી,મદદનીશ પ્રાધ્યાપક ડૉ. અનુયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ 1 દિવસ વેન્ટીલેટર પર અને 10થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યુબ એટલે કે નળી વાટે દૂધ પીવડાવવામાં આવતુ હતુ. જે 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતુ થયું. 10થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે જહેમત બાદ રાજવીર સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

