અમદાવાદ સિવિલની મહેકી માનવતા, પિતાને કોરોના થતાં નોંધારા બનેલાં 3 બાળકો માટે સિવિલના સ્ટાફે પાલક માતા-પિતાની ગરજ સારી

હાલ અમદાવાદ શહેરને કોરોના વાયરસે પોતાની ચપેટમાં લઈ લીધું છે. આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એક લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક યુવકને કોરોના આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તેનાં 3 બાળકો નોંધારા બની ગયા હતા. આ બાળકોની માતા ન હોવાથી બાળકો સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એકલા રમી રહ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પાલક માતા-પિતાની ફરજ બજાવી આ બાળકોને હૂંફ આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોવિડ- 19 માટે ખાસ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલના ક્લીન રૂમમાં રમતાં ત્રણ બાળકોને સિવિલ તંત્રએ માતા પિતાનો પ્રેમ ન આપ્યો પણ તેના કરતાંય વધુ પરિવારની હુંફ આપી છે. 20 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવીને દાખલ કરાયાં હતાં. આ દર્દીની સાથે ત્રણ માસૂમ બાળકો પણ હતા. 3 વર્ષની નાની જાનકી, 6 વર્ષનો શૈલેષ અને અરૂણ દંતાણી નામના આ ત્રણ માસૂમ બાળકોના પિતાને તો સારવાર માટે દાખલ કરી દેવાયા. પણ આ નિરાધાર બાળકો કોરોના માટેની ખાસ હોસ્પિટલના પ્રાંગણમાં રાત્રે એકલા રમી રહ્યા હતા.

હોસ્પિટલના ડીન ડોક્ટર મૈત્રેય ગજ્જરના કહેવા મુજબ તેઓને તેમના પિતાની સાથે અહીં લવાયાં હતાં. લઘર-વઘર પહેરવેશ, માથું ઓળ્યા વગરના વાળ અને ભૂખથી નંખાઇ ગયેલા ચહેરા તેમની હાલતની ચાડી ખાતા હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સિવિલ હોસ્પિટલના બાળકોના ખાસ બનાવાયેલા વોર્ડમાં આ બાળકોને ટ્રાન્સફર કરી તેમની મેડિકલ તપાસ કરતાં તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા નહોતાં. બાદમાં સિવિલ તંત્ર દ્રારા આ બાળકો માટે પાલક માતા પિતાની ફરજ બજાવાઈ. બાળકોને ભોજન, રમવા માટે રમકડાં, પીવા માટે જ્યુસ એમ ત્રણ દિવસ સુધી આ બાળકોની કાળજી અને સેવા કરાઈ છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સતત 24 કલાક આવી દર્દી અને તેમના પરિવારની સેવા પણ કરી રહ્યો છે.

સૌથી કરુણતાની વાત એ છે કે આ બાળકોને પિતા સિવાય પરિવારમાં કોઈ પણ નથી અને પિતા પણ કોરોનાના લીધે સિવિલમાં દાખલ છે તેવા સમયે આવા બાળકો નોંધારા બની ગયા હતા. જો કે હાલમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે આ બાળકોની ત્રણ દિવસ સુધી પાલક માતા- પિતા બનીને સધિયારો આપ્યો છે. આ બાળકોને ત્રણ દિવસની સારવાર બાદ રજા આપીને સલામતીના કારણોસર તેમને શાહીબાગના આશ્રય ગૃહ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફની પણ આંખો ભીની થઇ ગઇ હતી. બાળકોને રજા આપતી વખતે પણ સિવિલના સ્ટાફ દ્વારા બિસ્કીટ, વેફર, ચોકલેટની એક થેલી તેમને પેક કરીને આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો