અમદાવાદમાં રાત્રિ ફરફ્યુના ધજાગરા, દરિયાપુરમાં પોલીસની સામે બાળકો-યુવકોએ નાચીને બુમો પાડી, પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વકર્યો હતો જેને લઇ અમદાવાદ સહિત ચાર મહાનગરોમા સરકારે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યો છે. સવારે અમદાવાદના દરિયાપુર વિસ્તારના વીડિયો સામે આવ્યા હતા. જેમાં ગલીઓમાં રાતે પોલીસ આવે છે ત્યારે લોકો પોલીસ સામે નાચી રહ્યાં છે અને ચિચિયારીઓ પાડી રહ્યાં છે છતાં પોલીસ નીચે ઉતરી ઘરમાં જવાની સલાહ આપવાની જગ્યાએ ગાડીઓ ત્યાંથી જતી રહે છે. શાહપુરના બે વીડિયો સામે આવ્યાના અહેવાલ બાદ ઝોન 2 ડીસીપી વિજય પટેલે, આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો દરિયાપુર વિસ્તારનો છે.

ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ આ મામલે જણાવ્યું હતું કે દરિયાપુર ચાચરવાડ વિસ્તારનો વીડિયો છે કાલે રાતે પોલીસની ગાડીઓ નીકળી હતી ત્યારે બાળકો ચિચિયારીઓ કરતા હતા અને ગાડી ત્યાંથી નિકળી હતી ત્યારે કોઈ પોલીસ સાથે ઘર્ષણ કે અન્ય બનાવ નથી. આ મામલે કોઇ ફરિયાદ પણ નથી થઈ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો રાતે 8.30 વાગ્યાનો છે અને કર્ફ્યૂના સમય પહેલાનો છે.​​​​​​​

અમદાવાદ શહેરમાં આવેલા કોટ વિસ્તારમાં કોરોના હોત સ્પોટ બની ગયું હતું. સૌથી વધુ કેસો કોટ વિસ્તારમાં જમાલપુર, દરિયાપુર વિસ્તારમાંથી આવતા હતા. ફરી એકવાર કોરોનાએ કહેર મચાવતા રાજ્ય સરકારને રાત્રિ કરફ્યુ લગાવવાની ફરજ પડી છે પરંતુ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર બાદ હવે દરિયાપુર વિસ્તારમાં કરફ્યુના ધજાગરા ઉડયા છે. સોશિયલ મીડીયામાં બે વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસની ગાડીઓ ગલીઓમાં આવે છે ત્યારે બાળકો અને યુવકો પોલીસની ગાડીઓ સામે નાચી રહ્યા છે અને ચિચિયારીઓ પડી રહ્યા છે. ગાડી આવતા જ તેઓ નાસી જાય છે. મોટી સંખ્યામાં બાળકો અને માસ્ક વગર પોલીસ સામે જ કરફ્યુનો ભંગ અને પોલીસને પડકાર ફેંક્યો છે કે તમે અમારું કશું કરી શકતા નથી.

દરિયાપુર પોલીસના ધજાગરા ઉડાવતાં વીડિયોમાં પોલીસની ચાર ગાડીઓ આવી રીતે પસાર થઈ હોવા છતાં એકપણ પોલીસ કર્મીઓ ચોકમાં ગાડી ઉભી રાખી માઇક વડે કરફ્યુ અંગે માહિતી આપી ન હતી. જ્યારે પણ પેટ્રોલિંગમાં ગાડીઓ નીકળે છે ત્યારે ફરફ્યુનો અમલ છે અને કોઈએ બહાર નીકળવુ નહિ તેમ જાહેરાત કરવાની હોય છે પરંતુ દરિયાપુર પોલીસને સામે ચેલેન્જ આપવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામા આવી ન હતી.

મોડી રાતે કોટ વિસ્તારમાં આવેલા જમાલપુર વિસ્તારમાં છીપા વાડ અને વૈશ્ય સભાની અંદરની ગલીઓમાં જાણે લોકોને ફરવાનો સમય થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ વિસ્તારમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. વીડિયોમાં કેટલીક દુકાનો પણ રાતે ખુલ્લી હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે કેટલાક લોકો બિન્દાસત ફરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો