ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે ખરીદી વિશ્વમાં મોંઘી એવી Bentley Flying Spur 5.60 કરોડની કાર

વિશ્વમાં મોંઘી કાર ગણાતી એવી Bentley કંપનીની Flying Spur કાર ભારતમાં સૌથી પહેલી અમદાવાદી બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ ઓન રોડ રૂ. 5.60 કરોડની આ કાર 7 મહિના પહેલા બુકીંગ કરાવી હતી. ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી. જેમાં સૌથી પહેલી કાર અમદાવાદી દિપક મેવાડાને મળી હતી.

કાર ખરીદવા માટે 7 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું

અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા અને વ્યવસાયે ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ વાતચીતમાં જણાવ્યું હતું કે Bentley કંપનીની Flying Spurનું મોડલ રી લોન્ચ થયું છે. કાર ખરીદવા માટે તેઓએ 7 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું. આ કાર હેન્ડમેઇડ હોય છે. ભારતમાં અત્યારે ચાર કાર જ આવી જ છે. જેમાં સૌથી પહેલા તેઓને કાર મળી છે. અન્ય ત્રણ કાર દિલ્હી, બેંગ્લોરમાં અને ડીલરને મળી છે. Bentley Flying Spur કારની ઓન રોડ કિંમત રૂ. 5.60 કરોડ છે.

બેન્ટલી બ્રિટનની કારમેકર કંપની છે. ભારતમાં તેનો કોઈ પ્લાન્ટ ન હોવાથી આ કારને બ્રિટનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. બેન્ટલીની લક્ઝુરિયસ કાર્સનું મહિનાઓ સુધી વેઈટિંગ ચાલતું હોય છે. દીપક મેવાડાએ ખરીદેલા બેન્ટેલીના ફ્લાઈંગ સ્પર મોડેલમાં અનેક ખૂબીઓ છે. આ કારનું ક્રાફ્ટિંગ હેન્ડમેડ તો છે જ, સાથે તેનું એન્જિન પણ જોરદાર પાવરફુલ છે.

છ હજાર સીસીનું એન્જિન ધરાવતી આ કારની ટોપ સ્પીડ 333 કિમી પ્રતિ કલાકની છે. તે માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. કંપનીના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પર ચાલતી આ ગાડી સાડા છ કિલોમીટર પ્રતિ લિટર જેટલું માઈલેજ આપે છે. એકવાર તેની ટેંક ફુલ કરાવ્યા બાદ આ કાર 608 કિલોમીટર દોડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો