કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદની સરહદો સીલ, પોલીસ સાથે પેરામિલિટરી, CRPF-BSF તૈનાત, સુરત- વડોદરા, રાજકોટનો પણ વારો આવશે

અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયા બાદ પણ કોરોના પોઝિટિવના વધતા જતા કેસોને કાબૂમાં લેવા અને લોકડાઉન નો કડક અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદો સીલ કરીને શહેરમાં પોલીસની સાથે પેરામિલિટરી, BSF અને CRPF તૈનાત કરવામાં આવશે. આ જ પ્રમાણે હોટસ્પોટ વડોદરા શહેર, સુરત અને રાજકોટમાં પણ સરહદો સીલ કરી કડક અમલ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોનાને કાબૂમાં લેવા પોલીસ અને તંત્રનું કડક વલણ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે અને શહેરીજનો લોકડાઉનનું ચૂસ્ત પાલન કરી રહ્યા ના હોવાથી શહેર પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર અને સરકાર દ્વારા શહેરમાં કડક પગલાં લેવા અમદાવાદ શહેરના બધા એન્ટ્રી પોઇન્ટ બંધ કરવાની સાથે હોટ સ્પોટ વિસ્તારમાં CRPF અને BSF તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાને કાબૂમાં લેવા માટે માસ્ક ફરજીયાત કરવાની સાથે પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, તે જોતા હવે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા પોલીસ અને તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે.

શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉન દરમિયાન ગઇકાલે જાહેરનામા ભંગના 3,121 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 1006 તેમજ અન્ય 467 એમ કુલ 4,594 ગુનાઓ હેઠળ કુલ 7064 લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે 2,998 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્વારા 496 ગુના નોંધવામાં આવ્યા છે અને આજ સુધીમાં કુલ 4,463 ગુનાઓ હેઠળ 9,920 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી 88 ગુનાઓ નોંધીને 149 લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ-706 ગુનાઓમાં કુલ 1,194 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ 36 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-202 ગુનાઓ હેઠળ 365 લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત સોશ્યિલ મીડિયાનો દુરૂપયોગ કરનારના જુદા-જુદા 9 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો