અમદાવાદના વેજલપુર પોલીસને જાણે કે બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, શંકાસ્પદ કારની તપાસ કરતા મળ્યું કંઇક એવું કે સૌના ઉડી ગયા હોંશ

અમદાવાદના વેજલપુર પોલીસને જાણે કે બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું છે. રોડ પર ઉભેલી કારમાં યુવક નશો કરી રહ્યો હોવાની શંકા જતા તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવક કારમાં કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ કરતા મોબાઈલમાં ડેટા મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી વિવેકસિંગ અને તેને લીડ આપનાર અઝહરની ધરપકડ કરી છે.

નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે જેથી પોલીસ મોડી રાત સુધી પેટ્રોલિંગ કરતી હોય છે. વેજલપુર પોલીસ ગઈકાલે રાત્રીના પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક કાર રસ્તા પર ઉભી હતી જેથી પોલીસને શંકા ગઈ હતી કે કારમાં બેઠેલો યુવક દારુ પી રહ્યો છે. જેથી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી દારૂ મળ્યો નહોતો પરંતુ પોલીસ જયારે કાર નજીક પહોચી ત્યારે યુવક મોબાઈલમાં સ્કાયપે એપ્લીકેશન મારફતે ફોનમાં વાતો કરી રહ્યો હતો જેથી પોલીસને શંકા ગઈ હતી કે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે.

જેથી પોલીસે આરોપીની અટકાયત કરી તેને વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે આરોપી વિવેકસિંહ અમેરિકામાં રહેતા નાગરિકોને કોલ કરી સસ્તી લોન આપવાની લાલચ આપતો હતો અને જો લોન લેવી હોય તો પ્રોસેસ ફી ના નામે રૂપિયા પડાવી લેતો હતો. લોન ઈચ્છુક નાગરિક પાસેથી વિવેકસિંગ 50 થી 70 ડોલર વેસ્ટર્ન મની ટ્રાન્સફર મારફતે મંગાવી લેતો હતો. એ બાદ આરોપીનો મોબાઈલ ચકાસતા આરોપીના મોબાઈલમાં અમેરિકી નાગરિકોનો ડેટા મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ખાનપુર વિસ્તારમાં રહેતા અઝહર સૈયદ નામના વ્યક્તિ પાસેથી ડેટા મેળવ્યો હતો જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close